Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
પ્રદેશસ્થાનિક સમાચાર

 ધિણોજથી સુણસર સુધી રોડ માટે માર્ગ અને મકાન વિભાગ તથા ONGCએ હાથ ખંખેર્યા

ચાણસ્મા તાલુકાના ધિણોજથી વાયા ખલીપુર સુણસરને જોડતો 5 કિલોમીટર પાકો રોડ છેલ્લા કેટલાય સમયથી તૂટી જતાં વાહન ચાલકો પરેશાન છે. ધિણોજ અને સુણસર આજુબાજુ ઓએનજીસીના કૂવાઓ આવેલા છે જેના કારણે મોટા વાહનોની પણ અવરજવર રહે છે. આ રોડ સુણસરથી વડાવલી સુધી જાય છે જેના કારણે વડાવલીથી ધિણોજ વચ્ચે આવતા ગામો માટે મહેસાણા, સૌરાષ્ટ્ર કે બહુચરાજી જવા આવવા અતિ મહત્વનો માર્ગ છે.

આ રોડને રિપેરીંગ કરાવવા સુણસર, વડાવળી, મેરવાડા સહિતના અગ્રણીઓએ માર્ગ મકાન સહિત ઉચ્ચ વિભાગમાં રજૂઆતો કરાઈ છે પરંતુ માર્ગ-મકાન કહે છે કે અમારામાં આવતો નથી ઓએનજીસી દ્વારા બનાવાયો છે તો ઓએનજીસી કહે છે કે આ રોડ અમારામાં આવતો નથી તેમ કહી એકબીજા માથેથી ખભે કરી છેલ્લા છ માસથી આ રોડની હાલત દિવસે દિવસે ખરાબ થતી જાય છે.

મેરવાડાના નવીનભાઈ વ્યાસ અને વડાવલીના અગ્રણી ડાહ્યાભાઇ પટેલે જણાવ્યું કે વડાવલીથી વાયા સુણસર ખલિપુર ધિણોજને જોડતો આ રોડ અમારા માટે મહેસાણા જવા માટે અને સુણસર, ધારપુરી, મેરવાડા બાજુના 5થી 6 ગામના લોકોને બહુચરાજી કે સૌરાષ્ટ્રમાં કે ચાણસ્મા તરફ જવા માટે ટૂંકો રસ્તો છે જે તાત્કાલિક રીપેરીંગ કરાવવા માંગ છે.

संबंधित पोस्ट

Nifty Future ૨૫૪૦૪ પોઈન્ટ ઉપર તેજી તરફી ધ્યાન…!!!

Gujarat Desk

આજનું રાશિફળ (૩૦/૧૧/૨૦૨૫)

Gujarat Desk

વૈશ્વિક અનિશ્ચિતતા વચ્ચે પણ ભારતીય શેરબજારમાં તેજી તરફી માહોલ…!!!

Gujarat Desk

PMEGP હેઠળ રૂ. 350 કરોડની સબસિડીનું વિતરણ, ગુજરાતમાં 352 નવા એકમો દ્વારા 3872 લોકોને રોજગાર

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ની સૌજન્ય શુભેચ્છા મુલાકાત રાજ્યમાં કોમન સિવિલ કોડની આવશ્યકતા ચકાસવા અને કાયદાનો મુસ્સદો તૈયાર કરવા રચવામાં આવેલી કમિટીના અધ્યક્ષ અને સભ્યોએ ગાંધીનગરમાં લીધી

Gujarat Desk

કમલમ પાસે સર્વિસ રોડ ઉપર કારની અડફેટે મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું

Gujarat Desk
Translate »