ગાંધીનગર ટ્રાફિક પાસે 3 ક્રેન કાર્યરત પાટનગરમા વાઇબ્રન્ટ સમિટ દરમિયાન અનેક દેશના પ્રતિનિધિઓ શહેરના મહેમાન બનતા હોય છે. પરિણામે અમદાવાદથી મહાત્મા મંદિર સુધીના રસ્તા ઉપર ભારે ટ્રાફિક જોવા મળતો હોય છે. તે ઉપરાંત શહેરમા પણ ચહલપહલ વધારે હોય છે. ત્યારે મુખ્ય અને આંતરિક માર્ગો ઉપર આડેધડ વાહન પાર્કિંગ કરનાર વાહન માલિકો સામે કાર્યવાહી કરવામા આવે, તેમના વાહન ટોઇંગ કરવામા આવે તે માટે 16 ક્રેઇન ભાડેથી ખરીદાશે. જ્યારે હાલમાં ગાંધીનગર ટ્રાફિક પાસે 3 ટોઇંગવાન કાર્યરત છે. પાટનગરમા આગામી 10 જાન્યુઆરીથી વાઇબ્રન્ટ સમિટ યોજાશે તેવા સમયે ગાંધીનગર અને અમદાવાદ શહેરમા ટ્રાફિક શાખા માટે ટુ વ્હીલર વાહનો માટે 6 ક્રેઇન, ફોર વ્હીલર વાહન માટે 8 હાઇડ્રોલીક ક્રેઇન અને મોટા બસ જેવા વાહનો ટોઇંગ કરી શકે તેવી 2 ક્રેઇન ભાડે રાખવામા આવશે. જ્યારે તમામ ભાડાની ક્રેઇન 5 જાન્યુઆરી સુધીમા લાવી દેવાશે. ગાંધીનગરમા આડેધડ પાર્કિંગ કરવામા આવતા વાહન ચાલકો સામે વાઇબ્રન્ટ સમિટ દરમિયાન તો બક્ષવામા નહિ જ આવે. શહેરના ખુલ્લા રોડ રસ્તાઓ ઉપર બેદરકારી દાખવા વાહનો પાર્ક કરાય છે. વાઇબ્રન્ટ સમિટ દરમિયાન શહેરના આંતરિક રસ્તાઓ અને ઘર આગળ પણ વાહનો પાર્ક કરી દેવામા આવે છે, પરિણામે ચાલુ વર્ષે વાઇબ્રન્ટ સમિટમા રોડ રસ્તાઓ ખુલ્લા રહે તે માટે ટોઇંગવાન દોડતી જોવા મળશે.