Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

વેસ્ટર્ન ડિસ્ટબન્સને કારણે સાયક્લોન સરકયુલેશનના પગલે દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં આગામી દિવસમાં વાતાવરણમાં પલટો જોવા મળશે. સુરત જિલ્લાના કેટલાંક વિસ્તારમાં 20મી એપ્રિલના રોજથી વાદળછાયા વાતાવરણ રહેવાની શક્યતા છે. 21થી 23 એપ્રિલ દરમિયાન અતિ હળવા વરસાદની શક્યતા છે. માંડવી, માંગરોળ સહિત કેટલાય તાલુકામા વિસ્તારમાં 30 કિમીની ઝડપે પવન ફૂંકાશે. હવામાનમાં પલટો થવાની આગાહીથી ખેડૂતોના માથે ચિંતાના વાદળો છવાયા છે. ખેડૂતોને અગચેતીના ભાગરૂપે ખેતરોમાં કે ખુલ્લી જગ્યામાં મુકેલ પાક, ઘાસ ખાતરને વરસાદીથી બચાવવા માટે ગોડાઉન કે સુરક્ષિત જગ્યાએ ભરી દેવા માટે કૃષિ વિગ્ના કેન્દ્ર દ્વારા અપિલ કરવામાં આવી છે. સાયક્લોન સરક્યુલેશન અને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આગામી 5 દિવસ દરમિયાન વાતાવરણમાં પલટો જોવા મળશે. તાપમાનમાં ઘટાડો નોંધાવાની શક્યતા વર્તાઇ રહીં છે. ંસુરત જિલ્લામાં 20 થી 24 એપ્રિલ 2022 દરમિયાન આકાશ વાદળછાયું રહેવાની સંભાવના છે. તેમજ 21થી 22 એપ્રિલ 2022 દરમિયાન છુટી છવાઈ જગ્યાઓ પર અતિ હળવાથી હળવા વરસાદની સંભાવના છે. આ ઉપરાંત 21થી 23 એપ્રિલ 2022 દરમિયાન મહત્તમ તાપમાનમાં ઘટાડાની શક્યતા છે. 22 એપ્રિલ બાદ માંડવી અને માંગરોળ સિવાયના તમામ તાલુકામાં ભેજના પ્રમાણમાં ધટાડાની શકયતા છે. તે ઉપરાંત માંડવી અને માંગરોળ તાલુકામાં પવનની ઝડપ વધુ રહેવાની સંભાવના છે.આગામી 21થી 23 એપ્રિલ દરમિયાન ગરમી ઘટાડો નોધાશે. આ દરમિયાન મહત્તમ તાપમાન 35.4થી 39.1 જ્યારે ન્યુનયત તાપમાન 25.1થી 26.6 રહેવાની શક્યતા વ્યક્ત કરી છે. જો કે 21મી એપ્રિલના સુરત જિલ્લામાં કેટલાંક વિસ્તારમાં સામાન્ય વરસાદી છાંટા પડશે. તો કેટલાંક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદી ઝાંપટા પડવાની સંભાવના છે. મહતમ તાપમાન 36 ડિગ્રી જ્યારે પવનની ગતિ 10 કિમી આસપાસ રહેવાની સંભાવના છે. વેલાવાળા શાકભાજીને વધુ નુકસાન થવાની શક્યતા સુરત જિલ્લામાં વરસાદની શક્યતાને કારણે શાકભાજી પકવતાં ખેડૂતોને નુકસાન થવાની શક્યતા રહેલી છે. છુટાછવાયા વરસાદી ઝાંપટા પડવાની શક્યતા છે. ત્યારે પવન અને વરસાદના કારણે રિંગણ, વેલાવાળા શાકભાજી, દૂધી, તુરિયા, ફુલો ખરી જતાં પાકને નુકશાન થવાની સંભાવના છે. પાક પ્રમાણે હાલ પુરતું પિયત આપવાનું ટાળવું જોઇએ. પવનને કારણે કેળના છોડ ઢળી પડવાની પણ શક્યતા છે. જેથી કેળની લૂમને નુકશાન થઇ શકે છે. તેને ધ્યાને લઇને કેળની ખેતી કરતાં ખેડૂતોએ કેળના છોડને ટેકો આપવું હિતાવહ છે. વરસાદ પડે તો કેરીના પાકને માઠી અસર પહોંચશે. – ખેડૂત

संबंधित पोस्ट

જુનાગઢ વિલીંગ્ડન ડેમ તોપના 7 ગોળા ખમીનેય હજુ પણ અડીખમ છે

Admin

 અમદાવાદમાં કાઇટ ફેસ્ટિવલ યોજાશે, વિદેશના 400થી વધુ પતંગબાજોને આમંત્રણ

Karnavati 24 News

આરોગ્ય મંત્રીશ્રી ઋષિકેશ પટેલે ગુજરાત વિધાનસભા ગૃહમાં રજુ કરેલ “ધ ગુજરાત ક્લિનિકલ એસ્ટાબ્લિસમેન્ટ (રજીસ્ટ્રેશન એન્ડ રેગ્યુલેશન) સુધારા વિધેયક -૨૦૨૫” સર્વાનુમત્તે પસાર

Gujarat Desk

મોરબીમાં મચ્છુ ડેમ 2ના દરવાજા રીપેરીંગ માટે આજે ખોલવામાં આવશે

Gujarat Desk

જામનગરના સુવરડા ગામની સીમમાં જેગુઆર ફાઈટર પ્લેન ક્રેશમાં શહીદ થયેલ પાયલોટના પાર્થિવ દેહને સન્માન સાથે વતનમાં લઈ જવાયો

Gujarat Desk

રાજકોટની સિવિલ હોસ્પિટલ અમારા જેવા મધ્યમવર્ગીય દર્દીઓ માટે આશીર્વાદ સમાન છે

Gujarat Desk
Translate »