Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

સુરતના ડુમસમાં ભરતીના મોજામાં કાકા-ભત્રીજી તણાયા,કાકાની નજર સામે જ ૧૭ વર્ષની ભત્રીજી ડૂબી જતાં નીપજ્યું મોત.!

સુરત ના ડુમસ ફરવા ગયેલા રામપુરાના એક પરિવારના કાકા-ભત્રીજી દરિયામાં ન્હાવા પડ્યા બાદ મોટુ મોજુ આવતા કાકાની નજર સામે જ ભત્રીજી દરીયાના પાણીમાં તણાઈ ગઈ હતી. ભત્રીજી શોધખોળ બાદ મળતા તાત્કાલિક હોસ્પિટલ ખસેડાતા તબીબે તેને મૃત જાહેર કરી હતી.રામપુરા ગાર્ડન ફેક્ટરીની ૪૪ ચાલમાં રહેતા મહેશ સોલંકી હીરા કારખાનામાં સફાઈ કામ કરે છે. તેમની ૧૭ વર્ષીય પુત્રી રોશની ધો.૧૧ માં અભ્યાસ કરતી હતી.

– મોટુ મોજુ આવતા રોશની દરિયામાં ખેંચાઈ.

મહેશ તેમના ભાઈ જિજ્ઞેશ અને પરિવાર સાથે ડુમસ ગણેશ બીચ પર ફરવા ગયા હતા. ૪ વાગ્યે મહેશની પુત્રી રોશની તેના કાકા જિજ્ઞેશ સાથે દરિયામાં ન્હાતા હતા. ત્યારે મોટુ મોજુ આવતા જિજ્ઞેશ અને રોશની મોજાની સાથે દરિયામાં ખેંચાયા હતા. કાકા જિજ્ઞેશ મોજામાં ડૂબકી મારી કિનારે આવી ગયા હતા.

જ્યારે રોશની મોજાની સાથે અંદર તણાઈ ગઈ હતી. નજર સામે જ ભત્રીજી તણાતા જિજ્ઞેશે બુમાબુમ કરી હતી. જેથી સ્થાનિક લોકો દોડી આવ્યા હતા અને રોશનીની શોધખોળ કરી હતી. ૨૦ મીનીટ બાદ રોશની મળતા કારમાં સારવાર માટે ખાનગી હોસ્પિટલ ખસેડાઈ હતી. જ્યાં તબીબે મૃત જાહેર કરી હતી. ડુમસ પોલીસે હોસ્પિટલ દોડી જઈ તપાસ શરૂ કરી હતી. પોલીસે અકસ્માત મોતની નોંધ કરી છે.

संबंधित पोस्ट

અમદાવાદ-ઇન્દોર હાઇવે પર ઇકો કાર અને ગાય વચ્ચે અકસ્માતમાં 4ના ઘટનાસ્થળે મોત થયા

Gujarat Desk

સુરતના ઉધનામાં ઊંડા ખાડામાં પડી જતા 8 વર્ષના બાળકનું મોત થયુ

Gujarat Desk

ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં અભ્યાસ કરતી વિદ્યાર્થિનીએ હોસ્ટેલ ના છઠ્ઠા માળેથી પડતું મૂકીને આપધાત કયૉ.

Karnavati 24 News

‘બિલ્ડિંગ સીનર્જીસ ઇન ઇંડિયન ઇનોવેટિવ ઇકોસિસ્ટમ’ વિષય અંગે ગિફ્ટ સિટી, ગાંધીનગર ખાતે નેશનલ વર્કશોપ યોજાયો

Gujarat Desk

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું નિર્માણ કરાશે: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

અમરેલીના પાણીયા ગામે સિંહનાં હુમલામાં 7 વર્ષનાં બાળકનું મોત

Gujarat Desk
Translate »