Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાવનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન મામલે આ વાત કહી

ભાવનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું છે, ગુજરાતમાં કોંગ્રેસ સાથે ગઠબંધનને લઇને એનસીપી પ્રફુલ પટેલે સૌથી મોટું નિવેદન આપ્યું છે. તેમને કોંગ્રેસ સાથે ગઠબંધન કરવાને લઈને તૈયારીઓ દર્શાવી છે.

ખાસ કરીને આ વખતે ગુજરાત વિધાનસભાની ચૂંટણીની અંદર ત્રિપાંખિયો જંગ જોવા મળશે ત્યારે ભાજપ કોંગ્રેસ જેવા મોટા પક્ષોની સાથે આમ આદમી પાર્ટી પણ મોટા પક્ષ તરીકે આ વખતે ઉભરી રહ્યું છે અને 182 સીટ ઉપર ચૂંટણી લડવા માટે સજ્જ બન્યું છે. ત્યારે એનસીપીએ પણ કોંગ્રેસ સાથે ગઠબંધનને લઇને જણાવ્યું હતું. પ્રફુલ પટેલે
નિવેદન આપતા કહ્યું હતું કે, જો યોગ્ય રીતે ગઠબંધન કરવા માટે તૈયાર હોય તો અમે ગઠબંધન જરૂરથી કરીશું. જેથી આ વખતે એનસીપી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થાય તો નવાઈ નહીં.  તેમણે એ પણ કહ્યું હતું કે અમે વ્યવહારિક ગઠબંધન કરવા માંગીએ છીએ તેવું તેમણે જણાવ્યું હતું.

ખાસ કરીને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર કોંગ્રેસ એ સક્રીય પાસું માનવામાં આવે છે. જ્યારે અેનસપી તેની સરખામણીમાં કમાલ કરવામાં કામયાબ નથી થઈ. જો કે, ગુજરાતમાં ત્રીજા પક્ષ તરીકે હજુ સુધી કોઈને ફાવટ પણ જડી નથી ત્યારે હવે જોવાનું એ છે કે, યા ત્રિ પાંિખયા જંગમાં શું પરીણામ વિધાનસભાની ચૂંટણી પહેલા જોવા મળી શકે છે.

संबंधित पोस्ट

ભારતીય જનતા પાર્ટીની નરોડા ખાતે વિશાળ જનસભા

Karnavati 24 News

આમ આદમી પાર્ટીના મહિલા નેતા ભાજપમાં જોડાતા રાજકારણ ગરમાયુ, સુરતમાં આમ આદમી પાર્ટીને લાગ્યો મોટો ઝટકો

Karnavati 24 News

વેરાવળ પૂર્વ ધારાસભ્ય જસાભાઈ બારોટે દિનદયાળ ઉપાધ્યાયની પૃણ્યતિથિ પર વંદન કર્યા

Karnavati 24 News

રાહુલ ગાંધીની ઓફિસમાં તોડફોડ: ભીડ વાયનાડની ઓફિસમાં ઘૂસી; કોંગ્રેસનો આરોપ – SFIના લોકોએ હુમલો કર્યો, સ્ટાફ સાથે પણ મારપીટ કરી

Karnavati 24 News

હિન્દૂ પરિષદના મહામંત્રી પ્રવિણ તોગડીયા દાહોદની મુલાકાતે

Karnavati 24 News

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો ઉપર રાજકીય પક્ષોએ ચૂંટણી પહેલા પ્લાન U.D.P.P શરૂ કર્યું

Translate »