Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

મોરબી જીલ્લા પંચાયતના ઉપપ્રમુખે પરિવાર સાથે પીએમ મોદીની મુલાકાત લીધી મોરબી જીલ્લા પંચાયત ઉપપ્રમુખ જનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશભાઈ કૈલા અને તેની દીકરીએ દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી આ તકે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા અને જીગ્નેશ કૈલા સાથે મોરબીની જૂની યાદોને વગોળી અને મોરબી સાથેની અતૂટ લાગણીને યાદ કરી હતી મોરબીમાં ચાલી રહેલા વિકાસના કામો અને જરૂરી વ્યવસ્થાની ખાસ ચર્ચાઓ કરી હતી મોરબીના મચ્છુ ડેમમાં રહેલા મોરબીવાસીઓના પીવાના અને ખેડૂતોના સિંચાઈના પાણી માટેની પણ પૂછપરછ કરી હતી.આ ઉપરાંત મોરબીના કોરોના બાદની મોરબી વાસીઓનો સ્થિતિ અને કોરોનાની બીજી લ્હેરમાં મોરબીવાસીઓએ કરેલી વિપરીત પરિસ્થિતિ નો તાગ મેળવી મોરબી નું મનોબળ મજબૂત હોવાનું જણાવી મજબૂત મોરબીથી પણ સંબોધન કર્યું હતું.આ સિવાય મોરબીમાં વિદ્યાર્થીઓ તેમજ પાયાની સુવિધાઓ પણ આગામી સમયમાં ક્યાં સ્તરે વિકસી તેની માહિતી મેળવી હતી. મોરબી ભાજપના કાર્યકરો અને તેના પરિવાર વિશે પણ માહિતી મેળવી હતી અને મોરબીની હાલની ભૌગોલિક અને રાજકીય સ્થિતનો પણ તાગ મેળવ્યો હતો.આ સમયે મોરબી જીલ્લા પંચાયત ના ઉપપ્રમુખ જાનકીબેન જીગ્નેશભાઈ કૈલા ,તેના પતિ અને યુવા ભાજપ અગ્રણી જીગ્નેશ ભાઈ કૈલા અને તેની દીકરી સાથે પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે ખાસ મુલાકાત કરી હતી જેમાં મોરબીના આગામી સમયમાં જરૂરી વિકાસના કામો માટે પણ જીલ્લા પંચાયત ઉપપ્રમુખ અને જીલ્લા અગ્રણી દંપતીએ રજુઆત કરી હતી.

પુત્રીએ માં-બાપને લજાવતા અને પોતાના પિતાના ચારિત્ર્ય પર દાગ લાગવાની ઘટના બનતા પિતાએ આપઘાત કર્યો હતો આ ઘટના રાજકોટના જેતપુર તાલુકાના નવાગઢ ગામની યુવતીએ માણાવદરના સણોસરાના યુવક સાથે ભાગીને લવ મેરેજ કર્યા હતા આ આઘાત તેને પિતા સહન ન કરી શકતા તેમણે ઝેરી દવા પી આપઘાત કરતા અરેરાટી મચી જવા પામી હતી.
આ ઘટનાને લઈને જેતપુર પોલીસને મળેલી ફરિયાદના આધારે પોલીસે આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી આ અંગે પોલીસમાં મૃતક જયંતીભાઈ બગડાના પરિવારજનોએ જણાવ્યું હતું કે તેઓને બે પુત્ર અને બે પુત્રી છે જેમાંથી વચ્ચેની પુત્રી દોઢ માસ પહેલા યુવક સાથે ભાગી ગઈ અને લવ મેરેજ કર્યા હતા જેના પગલે તેના પિતાને આઘાત લાગતા અને સમાજમાં શું મોઢું બતાવું તેવી વાત સતાવ્યા કરતા તેણે કંટાળીને અંતિમ પગલું ભર્યું હતું
આ ઘટનાને લઈને જેતપુર પોલીસમાં ફરિયાદ નોંધાઈ હતી અને પોલીસે આ ઘટનાને લઈને વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી.તેવામાં અનેક વખત આવી ઘટનાઓ બનતી હોય છે તેવામાં વધુ એક ઘટના સામે આવી છે

संबंधित पोस्ट

કેન્દ્રીય મંત્રી શ્રી સર્બાનંદ સોનોવાલે હજીરાથી કંડલા પોર્ટ તરફ ઈલેક્ટ્રોલાઈઝર્સના કન્સાઈનમેન્ટને વર્ચ્યુલ ફ્લેગ ઑફ કરાવ્યું

Gujarat Desk

મહેસાણા જિલ્લામાં કાનૂની માપ વિજ્ઞાન તંત્ર દ્વારા નોંધણી ન કરાવી હોય તેવા ૨૯ વ્યાપારી એકમ સામે કાર્યવાહી કરી રૂ. ૫,૨૮,૫૦૦ માંડવાળ ફી વસૂલાઇ: અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી કુંવરજી બાવળીયા

Gujarat Desk

કપડવંજ-નડિયાદ રોડ પર થાર ગાડી અને એસ.ટી. બસ વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો

Gujarat Desk

અમદાવાદમાં આરટીઆઈ એક્ટિવિસ્ટ અને પત્રકાર હોવાની ઓળખ આપી ખંડણી માગતી ટોળકી ઝડપાઈ

Gujarat Desk

 ખંભાળીયાના આસામીનું રૂા.6 કરોડની કિંમતનું વહાણ ઈરાન નજીક દરિયામાં ડુબ્યુ

Karnavati 24 News

લાખાબાવળ ગામે છાતીમાં દુખાવો ઉપડતા યુવાનનું મોત, શોકનું મોજું ફરી વળ્યું

Karnavati 24 News
Translate »