Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
તાજા સમાચાર

ચૂંટણી પૂર્ણ થઇ: પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાના ડરને કારણે લોકોની પેટ્રોલ પંપ પર લાગી લાઇન

પાંચ રાજ્યમાં વિધાનસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થતા જ પેટ્રોલ-ડીઝલના ભાવ વધવાની આશંકા વધી છે. પેટ્રોલ-ડીઝલના ભાવમાં ફરી વધારો થઇ શકે છે આ ડરને કારણે પેટ્રોલ પંપ પર પેટ્રોલ ભરાવવા માટે લાઇનો લાગી રહી છે.

10 માર્ચે પાંચ રાજ્યની વિધાનસભા ચૂંટણીના પરિણામ જાહેર થયા બાદ પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો થઇ શકે છે. ક્રૂડ ઓઇલના ભાવ વધતા આ ભાવ વધારો શક્ય છે. છેલ્લા ઘણા સમયથી દેશમાં ક્રૂડ ઓઇલના ભાવ વધ્યા છતા પેટ્રોલ-ડીઝલના ભાવમાં વધારો કરવામાં આવ્યો નથી. ચૂંટણી પૂર્ણ થયા બાદ ડીઝલ-પેટ્રોલના ભાવ 15-20 રૂપિયા સુધી વધવાના સમાચાર ચાલી રહ્યા છે.ગુજરાત-મહારાષ્ટ્રના ખેડૂત ગામમાં ભાવ વધવાની આશંકાને કારણે ડીઝલ સ્ટોક કરી રહ્યા છે.

4 નવેમ્બરથી નથી વધ્યા ડીઝલ-પેટ્રોલના ભાવ

પેટ્રોલ-ડીઝલના ભાવમાં 4 મહિનાથી કોઇ બદલાવ થયો નથી. જ્યારથી ડેલી રિવ્યૂની સિસ્ટમ અમલમાં આવી છે, આવુ પ્રથમ વખત થયુ છે કે 100થી વધારે દિવસ સુધી ડીઝલ અને પેટ્રોલના ભાવ વધ્યા નથી.

દિલ્હીમાં પેટ્રોલનો ભાવ 95.41 અને ડીઝલ 86.67 રૂપિયા પ્રતિ લીટર છે. જ્યારે અમદાવાદમાં પેટ્રોલનો ભાવ 95.13 રૂપિયા પ્રતિ લિટર જ્યારે ડીઝલનો ભાવ 89.12 રૂપિયા છે.

संबंधित पोस्ट

વેળાવદર ખાતે આવેલ જગવિખ્યાત કાળીયાર રાષ્ટ્રીય ઉદ્યાન તા. ૧૫ ઓક્ટોબરથી મુલાકાતીઓ માટે ખુલ્લો રહેશે

Admin

વિવિધ શાળાઓમાં​​​​​​​ માટીના ગણપતિ નિર્માણનું પ્રત્યક્ષ નિદર્શન સાથે માર્ગદર્શન . . .

Karnavati 24 News

તહેવારોની સિઝનમાં રાહત: પેટ્રોલ અને ડીઝલના નવા ભાવ જાહેર, સૌથી સસ્તું તેલ મળી રહ્યું છે ₹79.74 લિટર

Admin

આ વર્ષે મળ્યા સારા સમાચાર: કોમર્શિયલ LPG સિલિન્ડરના ભાવમાં 100 રૂપિયાનો ઘટાડો

Karnavati 24 News

દેત્રોજ – રામપુરા તલાટી કમ મંત્રી મંડળ દ્વારા મામલદાર અને તાલુકા વિકાસ અધિકારી ને આવેદપત્ર પાઠવ્યુ

Karnavati 24 News

ટ્વિટર ડીલ પર ખુબ જ ગંદી રીતે ફસાયા વિશ્વના સૌથી અમીર ઈલોન મસ્ક, હજુ વધશે મુશ્કેલીઓ

Admin
Translate »