Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
લાઈફ સ્ટાઇલ

આ સમયે યાદ કરીને પીવો લસ્સી, કાળઝાળ ગરમીની શરીર પર નહિં થાય કોઇ અસર

લસ્સીનું નામ સાંભળતા જ મોંમા પાણી આવી જાય છે. લસ્સી તો કોને ના ભાવે..એમાં પણ જો ઉનાળામાં કોઇ લસ્સી આપે તો પીવાની મજા જ કંઇક અલગ હોય છે. તમને જણાવી દઇએ કે લસ્સી સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. ઉનાળામાં લસ્સી પીવાથી સ્વાસ્થ્યને એક નહિં પણ અઢળક ફાયદાઓ થાય છે. તો જાણી લો તમે પણ ઉનાળામાં લસ્સી પીવાના ફાયદાઓ..આ સાથે જ ખાસ જાણો લસ્સી કયા સમયે પીવાથી હેલ્થને એક નહિં, પણ અનેક ફાયદાઓ થાય છે.

  • જો કે ઘણાં લોકોને લસ્સી રાત્રે પીવી ગમતી હોય છે. પરંતુ તમને જણાવી દઇએ કે જો તમે લસ્સી બપોરના સમયે પીવો છો તો હેલ્થને અનેક ઘણાં ફાયદા થાય છે.
  • બપોરના સમયે લસ્સી પીવાથી તમારું ભોજન પણ પચવામાં સહેલું પડે છે. આ માટે તમે પણ હવેથી લસ્સી બપોરના સમયે પીવાનું રાખો.
  • તમને ગરમીમાં એસિડિટીનો પ્રોબ્લેમ બહુ રહેતો હોય તો રોજ રાત્રે જમ્યા પછી એક ગ્લાસ ઠંડી લસ્સી પી લો. આમ કરવાથી પેટમાં થતી બળતરા ઓછી થાય છે.
  • મોંમા ચાંદા પડ્યા હોય તો ખાસ કરીને એક અડધો ગ્લાસ લસ્સી બપોરના સમયે અને એક અડધો ગ્લાસ લસ્સી સાંજના જમ્યા પછી પીવો. આમ કરવાથી મોંમા થતી બળતરા ઓછી થાય છે અને સાથે ચાંદા પણ મટે છે.
  • આ લસ્સી તમારે બહુ ફ્લેવરવાળી બનાવવાની નથી. આ લસ્સી તમારે સાદી બનાવવાની છે. દહીંને ઘટ્ટ કરીને એમાં જરૂર મુજબ ખાંડ નાંખીને પછી પી જવાની છે.
  • જો તમને ડાયાબિટીસની તકલીફ છે તો તમારે લસ્સી ખાંડવાળી પીવાની નથી. ખાંડની લસ્સી તમને નુકસાન કરી શકે છે. આ માટે તમે ઇચ્છો તો છાશ પી શકો છો.

संबंधित पोस्ट

આજે જ છોડો આ 3 ખરાબ આદતો, નહીં તો તમને હાર્ટ એટેક આવી શકે છે.

Karnavati 24 News

ભૂલ્યા વગર શરીરના ‘આ’ અંગ પર લગાવો મધ, જડમૂળથી આ બીમારીઓ થઇ જશે ખતમ

Karnavati 24 News

કરિયર જન્માક્ષર 22 ઓગસ્ટ: આ રાશિના લોકો કરશે તેમની કારકિર્દીમાં નવી શરૂઆત, આ લોકો લેશે ટૂંકો વિરામ

Karnavati 24 News

કાળઝાળ ગરમીમાં લૂ થી બચવા ખાઓ ‘કાચી કેરી’નું રાયતું, જાણો કેવી રીતે બનાવશો ઘરે

Karnavati 24 News

માંસ અને ઇંડા પસંદ નથી? તો પ્રોટીન મેળવવા માટે આ 5 શાકભાજી ખાઓ.

Karnavati 24 News

પોરબંદર શહેર અને જિલ્લામાં કયાંય વ્યસન કે નશાનું પ્રમાણ વધારે હોય તો નશાબંધી ખાતાને તાત્કાલિક જાણ કરવી

Karnavati 24 News
Translate »