Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમાર અને આંદોલનકારી રાહુલ રાવલ આપમાં જોડાયા

આમ આદમી પાર્ટીના નેશનલ જોઈંટ જનરલ સેક્રેટરી ઇસુદાન ગઢવીએ જણાવ્યું કે, આમ આદમી પાર્ટીને હવે ગુજરાતમાં સૌ કોઈ પસંદ કરી રહ્યું છે. આજે આમ આમ આદમી પાર્ટી ગુજરાતની પહેલી પસંદ બની રહી છે અને રોજ કોઈ ને કોઈ મહાનુભાવો ગુજરાતની જનતાની સેવામાં યોગદાન આપવા માટે આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે.

અમને જણાવતા ખૂબ જ ખુશી થઇ રહી છે કે ગુજરાત પોલીસ મહાઆંદોલનમાં મહત્વનો ભાગ ભજવનાર મહાનુભાવ પણ આમ આદમી પાર્ટીમાં જોડાવાનું જ યોગ્ય સમજી રહ્યા છે. તે જ અનુક્રમે આગળ વધતા બીજા 2 સમાજ સેવકો આમ આદમી પાર્ટીમાં જોડાયા છે.

ગુજરાત પોલીસ મહાઆંદોલનના પ્રણેતા નરેન્દ્રસિંહ પરમારએ થોડા સમય પહેલાં પોલીસ ખાતામાં ૨૧ વર્ષ ની પેન્શનવાળી નોકરીથી રાજીનામું આપ્યું છે. તથા કોરોના કાળથી આજદિન સુધી સામાજિક કાર્યોમાં જસીબા સેવા ટ્રસ્ટના સંસ્થાપક તથા ક્ષત્રિય એકતા સંગઠનના સંસ્થાપક તરીકે સામાજિક સેવાઓ કરી રહ્યા છે. હાલમાં નરેન્દ્રસિંહ પરમાર આમ આદમી પાર્ટી ની વિચારધારા સાથે જોડાઈ પાર્ટીની કામગીરી કરી રહ્યા છે. અને સાથે પોલીસ પરિવારનો દિકરો આંદોલનકારી રાહુલ રાવલ જેણે પોલીસ ગ્રેડ-પે આંદોલનમાં ખુબ મહત્વની ભૂમિકા ભજવી છે અને જે હાલમાં બી.એ. ઇકોનોમિક્સ વિદ્યાર્થી છે તે આમ આદમી પાર્ટીની વિચારધારા સાથે જોડાયા છે અને આમ આદમી પાર્ટીને સંપૂર્ણ મનથી ગુજરાતમાં બદલાવ માટે સહયોગ આપી રહ્યા છે.
ઇસુદાન ગઢવીએ આગળ કહ્યું કે, હું સંપૂર્ણ હૃદયથી નરેન્દ્રસિંહ પરમાર અને રાહુલ રાવલનું આમ આદમી પાર્ટીમાં સ્વાગત કરું છું. અમને ઘણી ખુશી છે કે દરેક વર્ગના કર્મચારીઓ સાથે પોલીસ કર્મચારીઓ પણ આમ આદમી પાર્ટી પર વિશ્વાસ મૂકી રહ્યા છે. અમે ગુજરાતની જનતાનો વિશ્વાસ ડગમગાવા નહિ દઈએ. જનતાના પ્રશ્નોના ઉકેલ માટે મહેનત કરતા આવ્યા છીએ આને આગળ પણ મહેનત કરીશું. અમને આશા છે કે ધીમે ધીમે સૌ કોઈ આમ આદમી પાર્ટીને અપનાવી લેશે અને ભ્રષ્ટ ભાજપના ભ્રષ્ટાચારનો અંત આવશે. ગુજરાતના લોકો હવે બદલાવ માંગે છે અને સકારાત્મક બદલાવનું બીજું નામ એટલે આમ આદમી પાર્ટી.

संबंधित पोस्ट

વિધાનસભામાં એક દિવસ માટે 182 ધારાસભ્યોની જગ્યાએ વિદ્યાર્થીઓ બેસશે, સીએમ-વિપક્ષના નેતાઓ પણ વિદ્યાર્થીઓ હશે.

Karnavati 24 News

જાણો સીએમ ભૂપેન્દ્ર પટેલની કેટલી છે સંપત્તિ, આજે આવેદન પત્ર ભર્યા બાદ એફીડેવીટમાં કર્યો ઉલ્લેખ

Admin

ભાવનગરમાં વિધાનસભા ચૂંટણી પહેલાં એનસીપી સક્રિય બન્યું, કોંગ્રેસ સાથે ગઠબંધન મામલે આ વાત કહી

Karnavati 24 News

નીતીશ કુમાર બોલ્યા- ‘દરેક સમસ્યાનું થશે સમાધાન; તેજસ્વીએ કહ્યું- બિહારમાં વાતાવરણ સારું છે

ભારત જોડો યાત્રા : 37માં દિવસે કર્ણાટકના રામપુરાથી શરૂ થઈ યાત્રા

Admin

ઉદ્ધવ સરકાર માટે અગ્નિ પરીક્ષાનો સમય, આવતીકાલે વિધાનસભામાં બહુમતી સાબિત કરવી પડશે

Karnavati 24 News
Translate »