દેશ અને રાજયોમાં નેતાઓ પ્રજાની સેવા માટે આવતા હોય છે.ગુજરાતના ધારાસભ્યોના પગાર ધોરણ અને તેમને મળતી સુવિધાઓની માહિતી તમને અચંમ્બિત કરી શકે તેવી છે.ધારાસભ્યોના પગાર ધોરણ 1 લાખ 16 હજાર જેટલો હોય છે.જ્યારે તેમના રહેવાની સુવિધા માટે જે મકાન મળતા હોય તેનું ભાડું રોજનો સવા રૂપિયો જેટલું હોય છે.જ્યારે મેડિકલ સુવિધા અને હરવા-ફરવાનું મફત હોય છે.સામાન્ય નાગરિક પોતાના ટેક્સના પૈસા સરકાર સુધી પહોંચતા હોય છે ત્યારે નેતાઓને આ રીતની મફત સુવિધાઓ જાણીને નાગરિકો પણ અચંબિત થયા છે.જો નેતાઓ સેવા માટે રાજનીતિમાં આવ્યા છે તો શું કામ આટલા મોટા પગાર ધોરણ લેતા હોય છે તે એક મોટો સવાલ થયો છે.નાગરિકો સવાલ ઉઠાવી રહ્યા છે કે શા માટે નેતાઓ પગાર લેતા હોય છે.સેવા કરવા આવ્યા છે કે પગાર લેવા માટે.આમ નાગરિકો હવે નેતાઓ સામે સવાલ કરી ને જવાબ માંગી રહ્યા છે
previous post