Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
સ્થાનિક સમાચાર

કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪ લાખની સહાય ડીઝાસ્‍ટર ફંડમાંથી ચૂકવે તેવી કોંગ્રેસની માંગણી

ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ફંડમાં જમા રકમમાંથી કોંગ્રેસ પક્ષની માંગણી મુજબ
કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪.૦૦ લાખની સહાય ચૂકવવા
ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખની માંગણી
સ્‍ટેટ ડીઝાસ્‍ટર રીસ્‍પોન્‍સ ફંડમાંથી વાપરેલ રકમ કયા હેતુસર વાપરી તે સરકાર જાહેર કરે
આજરોજ વિધાનસભા ગૃહમાં અમદાવાદ શહેરના દરિયાપુર વિસ્‍તારના ધારાસભ્‍યશ્રી ગ્‍યાસુદ્દીન શેખનો રાજ્‍ય સરકાર પાસે ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ફંડમાં જમા રકમનો પ્રશ્ન હતો.

ગ્યાસુદ્ીન શેખે જણાવ્‍યું હતું કે, ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ એક્‍ટ અંતર્ગત કોરોનાથી મૃત્‍યુ પામેલ વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪.૦૦ લાખ ચૂકવવા કોંગ્રેસ પક્ષે માંગણી કરી હતી, પરંતુ રાજ્‍ય સરકારે તે સ્‍વીકારી નહોતી.

નામદાર સુપ્રિમ કોર્ટના આદેશ બાદ સરકાર કોરોનાથી મૃત્‍યુ પામેલ વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૫૦ હજારની સહાય ચૂકવવા તૈયાર થઈ. રાજ્‍ય સરકારે કોરોનાથી મૃત્‍યુ પામેલ વ્‍યક્‍તિઓની સંખ્‍યા લગભગ ૧૧ હજાર જેટલી જાહેર કરી હતી. ભાજપ સરકાર પોતાની નિષ્‍ફળતા છુપાવવા માટે પહેલેથી જ આંકડાઓની સાથે રમત કરતી રહી હતી અને સાચા આંકડા છુપાવી રહી હતી.
કોંગ્રેસ પક્ષ દ્વારા કોરોનાથી મૃત્‍યુ પામનારનો આંકડો ત્રણ લાખથી વધુ હોવાની આશંકા વ્‍યક્‍ત કરવામાં આવી છે. રાજ્‍ય સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલ સહાય મેળવવા સમગ્ર રાજ્‍યમાં હજારોની સંખ્‍યામાં અરજીઓ આવી છે, તે પૈકી આજે પણ લોકોની અરજીઓ પડતર રહી છે અને લોકો સહાય મેળવવાથી વંચિત છે.
રાજ્‍ય સરકાર દ્વારા સ્‍ટેટ ડીઝાસ્‍ટર રીસ્‍પોન્‍સ ફંડમાંથી ત્રણ વર્ષમાં રૂ. ૫,૭૮૦.૨૫ કરોડનો ખર્ચ કર્યો છે,
ત્‍યારે આટલી રકમ કયા હેતુસર અને કયા કામ માટે ખર્ચ કરવામાં આવી છે તે જાહેર કરવાની ધારાસભ્‍ય ગ્‍યાસુદ્દીન શેખે માંગણી કરી હતી અને કોંગ્રેસ પક્ષની માંગણી મુજબ કોરોનાથી મૃત્‍યુ પામનાર વ્‍યક્‍તિના પરિવારજનોને રૂ. ૪.૦૦ લાખની સહાય ડીઝાસ્‍ટર મેનેજમેન્‍ટ ફંડમાં જમા રહેલ રકમમાંથી ચૂકવે તેવી માંગણી પણ ગ્‍યાસુદ્દીન શેખે કરી હતી.

संबंधित पोस्ट

સાવરકુંડલામાં ટ્રક ખાલી કરવા બાબતે બે જૂથ બાખડયા, ૪ ઘાયલ થયા

Gujarat Desk

9760 જગ્યાઓની ભરતી માટેની આવતીકાલે છેલ્લી તારીખ: 7 વિષયોમાં વરિષ્ઠ શિક્ષક માટે અરજી કરો, પરીક્ષા દ્વારા પસંદ કરવામાં આવશે

ગુજરાત રાજ્ય સરકાર દ્વારા આગામી તા.૧૪ માર્ચથી ખેડૂતો પાસેથી ટેકાના ભાવે ચણા અને રાયડાની ખરીદી કરવામાં આવશે

Gujarat Desk

’વહાલી દીકરી યોજના’હેઠળ ૨.૭૮ લાખથી વધુ દીકરીઓને લાભ અપાશે: ૩ હજાર કરોડથી વધુની સહાયને મંજૂરી

Gujarat Desk

બોટાદ જિલ્લાના લાઠીદડ ખાતે રૂ.૬.૬૦ કરોડના ખર્ચે સામુહિક આરોગ્ય કેન્દ્રના નવા મકાનનું નિર્માણ કરાશે: આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ

Gujarat Desk

 અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો કર્યો વધારો

Karnavati 24 News
Translate »