Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રાજકારણ

ભાજપ યુવા મોરચાના કાર્યકરોએ બોલપેન આપી બોર્ડના પરીક્ષાર્થી વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવી

બાયડ – માલપુરના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ દ્વારા પોતાના મતવિસ્તારના વિદ્યાર્થીઓને બોલપેનો નું વિતરણ કરી શુભેચ્છા સહ શુભ કામનાઓ પાઠવવામાં આવી હતી.
આજથી શરૂ થયી બોર્ડ એકઝામ માં વિદ્યાર્થીઓને અલગ રીતે શુભેચ્છાઓ સૌ કોઈ આપી રહ્યા છે. ગત વખતે કોરોના ના કારણે આ પરીક્ષાઓ મોકૂફ રાખવામાં આવી હતી ત્યારે કોરોના શાંત થયા બાદ પરીક્ષાઓ યોજવામાં આવી છે. .

રાજ્યમાં આજથી S.S.C અને H.S.C બોર્ડની પરીક્ષા શરૂ થઈ રહી છે, જે અંતર્ગત ભારતીય જનતા પાર્ટીના યુવા મોરચાના કાર્યકરો દ્વારા અરવલ્લી જિલ્લાના બાયડ – માલપુર તાલુકામાં બોર્ડની પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન નું વિતરણ કરી શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી.
જિલ્લા પ્રભારી જયશ્રીબેન દેસાઈ, જિલ્લા પ્રમુખ અમિશભાઇ પટેલ, વિસ્તારના પૂર્વ ધારાસભ્ય ધવલસિંહ ઝાલા, તેમજ વિસ્તારના સરપંચશ્રીઓ અને યુવા મોરચાના કાર્યકરોએ પરીક્ષા કેન્દ્રો ખાતે ઉપસ્થિત રહી બાયડ તાલુકાની એન. એચ. શાહ હાઇસ્કૂલ અને સારસ્વત હાઇસ્કૂલ, તાલુકાના સાઠંબા, જીતપુર, બોરોલ, ગાબટ, આંબલીયારા પરીક્ષા કેન્દ્રો ખાતે તેમજ માલપુરની પી. જી. મહેતા હાઇસ્કૂલ અને હરિઓમ હાઇસ્કૂલ ખાતે પરીક્ષા આપતા વિદ્યાર્થીઓને બોલપેન આપી શુભેચ્છા પાઠવી હતી.

संबंधित पोस्ट

રાષ્ટ્રપતિ ભવન-પીએમ આવાસમાંથી 1000 થી વધુ ઐતિહાસિક કલાકૃતિઓ ગુમ, વિક્રમસિંઘેએ આ વાત કહી

Karnavati 24 News

જીતુ વાઘાણીના નિવેદન બાદ આપના પ્રહારો કહ્યું, જ્યાં જુઓ ત્યાં સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ ભાજપના નેતા

Karnavati 24 News

ચૂંટણીનું મનદુઃખ રાખીને એક ટોળાએ ઘરમાં ઘૂસીને દલિત પરિવારને અપમાનિત કરીને માર માર્યો

Karnavati 24 News

अगस्त से होने वाली बार की परीक्षाएं स्थगित, वकीलों को आर्थिक मदद के लिए दाखिल होगी याचिका

Admin

સિવિલ જજની ભરતીમાં ઉર્દુ ભાષીઓને પણ કરો શામેલ : અસદુદ્દીન ઓવૈસી

Admin

પંજાબ સરકારનો મોટો નિર્ણય, આ 424 VIP લોકોની સુરક્ષા લીધી પરત

Karnavati 24 News
Translate »