Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
રમતગમત

ઝારખંડ ક્રિકેટ માટે ખરાબ સમાચાર, JSCAના પૂર્વ અધ્યક્ષ અમિતાભ ચૌધરીનું નિધન

બીસીસીઆઇના એડમિનિસ્ટ્રેટર અમિતાભ ચૌધરીનું નિધન થયુ છે.58 વર્ષના અમિતાભ ચૌધરીનું કાર્ડિએક એરેસ્ટે કારણે નિધન થયુ છે. અમિતાભ ચૌધરીના નિધન પર ઝારખંડના  મુખ્યમંત્રી હેમંત સોરેન સહિત અનેક હસ્તીઓએ દુખ વ્યક્ત કર્યુ છે. ઝારખંડ સ્ટેટ ક્રિકેટ એસોસિએશનના અધિકારીઓએ આ વાતની પૃષ્ટી કરી છે.

58 વર્ષીય અમિતાભ ચૌધરી એક દાયકા કરતા વધુ સમય સુધી જેએસસીએનું નેતૃત્વ કર્યુ અને બીસીસીઆઇના સંયુક્ત સચિવ પણ બન્યા હતા. ક્રિકેટ બોર્ડમાં પ્રશાસકોની સમિતીના શાસન દરમિયાન તેમણે તેના કાર્યવાહક સચિવના રૂપમાં પણ જવાબદારી સંભાળી હતી.

અમિતાભ ચૌધરી લાંબા સમયના સહયોગી, બીસીસીઆઇના પૂર્વ કોષાધ્યક્ષ અનિરૂદ્ધ ચૌધરીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. ઝારખંડમાં ક્રિકેટની રમતમાં અમિતાભ ચૌધરીનું યોગદાન ઘણુ મોટુ હતુ. JSCAને તેમની કમી નડશે અને ઝારખંડમાં તેમના દ્વારા છોડવામાં આવેલા ખાલીપનને ભરવુ આસાન નહી હોય. હું તેમના પરિવાર, મિત્રો અને શુભચિંતકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરૂ છુ.

અમિતાભ ચૌધરીએ ઝારખંડ ક્રિકેટના કાર્યાલયને જમશેદપુરથી હટાવીને રાંચી શિફ્ટ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી, તેમની દેખરેખમાં ત્યા એક વિશ્વસ્તરીય સ્ટેડિયમ પણ બનાવવામાં આવ્યુ હતુ અને સ્ટેડિયમના એક સ્ટેન્ડનું નામ તેમના નામ પર રાખવામાં આવ્યુ હતુ.

અમિતાભ ચૌધરીના નિધન પર ઝારખંડના મુખ્યમંત્રી હેમંત સોરેને પણ દુખ વ્યક્ત કરતા ટ્વીટર પર લખ્યુ છે કે, પૂર્વ આઇપીએસ અધિકારી અમિતાભજીએ રાજ્યમાં ક્રિકેટની રમતને વધારવામાં મહત્વપૂર્ણ ભૂમિકા  ભજવી હતી. પરમાત્મા તેમની સ્વર્ગીય આત્માને શાંતિ આપે.

અમિતાભ ચૌધરી એક આઇપીએસ હતા, જેમણે રાજકારણમાં પણ નસીબ અજમાવ્યુ હતુ પરંતુ લોકસભા ચૂંટણી હારી ગયા હતા. જોકે, ક્રિકેટને લઇને તે ઘણા પેશનેટ રહ્યા અને લાંબા સમય સુધી તેની સાથે જોડાયેલા રહ્યા હતા. અમિતાભ ચૌધરી ભારતીય ક્રિકેટ ટીમના મેનેજર પણ રહ્યા હતા, ઝિમ્બાબ્વેમાં જ્યારે ભારતીય ટીમ 2005-06નો પ્રવાસ કર્યો હતો ત્યારે તે ટીમ ઇન્ડિયાના મેનેજર હતા.

મહત્વપૂર્ણ છે કે તે સમયમાં પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી અને પૂર્વ કોચ ગ્રેગ ચેપલ વચ્ચે ટકરાવના સમાચાર સામે આવ્યા હતા. જ્યારે બીસીસીઆઇને સુપ્રીમ કોર્ટ દ્વારા CoAને સોપવામાં આવ્યુ હતુ. તે સમયે પણ અમિતાભ ચૌધરી એક્ટિવ હતા અને તે સમયમાં અનિલ કુંબલે-વિરાટ કોહલી વચ્ચે ટકરાવના સમાચાર સામે આવ્યા હતા.

संबंधित पोस्ट

વર્લ્ડ કપની ફાઈનલ મેચનું અમદાવાદ બનશે સાક્ષી, નરેન્દ્ર મોદી સ્ટેડીયમમાં જામશે ખરાખરીનો જંગ

Karnavati 24 News

નદી ઉત્સવ’ ઉજવણીના ભાગરૂપે સિંચાઈ વિભાગ દ્વારા મેરેથોન દોડ યોજાઈ

Karnavati 24 News

Ind vs WI: ધવન કોરોના પોઝિટિવ, લોકેશ રાહુલ નહી રમે પ્રથમ વન ડે, રોહિત શર્મા સાથે કોણ કરશે ઓપનિંગ?

Karnavati 24 News

Govind Namdev to return with Radhe Your Most Wanted Bhai: ‘Salman Khan comes with a lot of positivity’

Admin

પાકિસ્તાન ક્રિકેટરો પર પીસીબી મહેરબાન, સ્થાનિક ક્રિકેટરોને આપશે વધુ પૈસા

વિદેશી ક્રિકેટર જેમણે ભારતીય મહિલા સાથે કર્યા લગ્ન, આવી છે લાઇફ

Karnavati 24 News