Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

ડોલરની સામે રૃપિયો સતત નબળો પડતા , રફની ખરીદી કરનારા કારખાનેદારોની પરેશાની વધી.

ડોલરનો રેટ જેમજેમ વધે,તેમતેમ રફની ખરીદી કરનારા કારખાનેદારો માટે એક વધારાનો આથક બોજો વધતો રહે છે. ડોલરમાં કામકાજ કરતા આયાત નિકાસકારોને એવી કોઈ મોટી અસર આવતી નથી. પરંતુ ડોલરમાં ખરીદી બાદ રોકડમાં પેમેન્ટ કરવાના કિસ્સામાં વધારાની રકમ ડોલરનો રેટ વધતાં ચૂકવવી પડે છે.

ડોલરના રેટમાં જ્યારે વધારો થાય ત્યારે નાના કારખાનેદારો રફ ખરીદદારો ભેળવાઈ પડે છે. ડોલરનો રેટ ઘટે ત્યારે ફાયદો થાય છે. પરંતુ મોટાભાગે તો ડોલરનો રેટ સતત વધતો જ રહે છે, અને આના કારણે વધારાનું પેમેન્ટ ચૂકવવાના કિસ્સામાં એટલી લોસ પહેલેથી થઈ જાય છે. ડોલર 3-4 ધી જાય ત્યારે રોકડમાં તેની અસર 6-7 ટકા જેટલી આવતી હોય છે.
હીરા ઉદ્યોગમાં ડાયરેક્ટ ઈમ્પોર્ટ-એક્સપોર્ટ કરનારા ધંધાર્થીઓની સંખ્યા 25-30 ટકા છે. જ્યારે 70 ટકા ધંધાર્થીઓ-કારખાનેદારો બીજાની પેઢીમાં રફ ઉતારતાં હોય છે. જેનું પેમેન્ટ રોકડમાં ધારા પ્રમાણે ત્રણ ચાર મહિને આપવાનું હોય છે. ડયૂ પેમેન્ટ વેળા ડોલરનો જે રેટ ચાલે છે, તે પ્રમાણે રોકડમાં ચૂકવણી કરવાની થતી હોય છે, એમ હીરા બજારના વેપારી કિર્તી શાહે કહ્યું હતું.
રૃપિયાની સામે ડોલર સતત વધતો હોય છે, ત્યારે રફના ખરીદદારો પેમેન્ટ ઊભા રાખવાનું વલણ પણ ડોલર ઘટવાની આશામાં રાખતા હોય છે. ડોલર ઘટે ત્યારે ફાયદો થાય છે. પરંતુ વધે ત્યારે તેટલો વધારો અને ડયૂ પેમેન્ટ પછીના વધારાના દિવસનું વ્યાજ પણ આપવું પડતું હોય છે.

संबंधित पोस्ट

બજાજે લોન્ચ કરી નવી લાઇટવેઇટ પલ્સર P150! આ ખાસ ફીચર્સ સાથે કિંમત છે આટલી

Admin

કંપનીના એક નિર્ણયને કારણે શેર માં સતત ઘટાડો , જેમાં બ્રોકરેજ ફર્મે પણ ટાર્ગેટ ભાવમાં ઘટાડો કર્યો .

Karnavati 24 News

અત્યારે ફક્ત આ Coin માં ૧૦૦૦ રૂપિયા Invest કરો .

Karnavati 24 News

ટીડીએસ મુદ્દે ગૂંચવણ:ભારતીય ક્રિપ્ટો ઈન્ડસ્ટ્રીઝ પરના ટ્રાન્ઝેક્શન ટીડીએસ ઘટાડવા માગ

Karnavati 24 News

છ મહિનામાં ભારતનો સોનાનો ભંડાર 16.58 ટન વધીને 760.42 ટન થયો

Karnavati 24 News

શ્રી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દૈનિક માર્કેટ ભાવ અને આવક ની માહિતી

Karnavati 24 News