સુરત જીલ્લાના ઓલપાડના કીમ ગામે આવેલ આંબેડકર સર્કલ પર સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું હતું. સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજી ની 88મી જન્મજયંતી નિમિત્તે સુરત થી 35 કિલોમીટર બાઈક રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સ્વયંમ સૈનિક દળ દ્વાર ઓલપાડના કીમ ખાતે આવેલ આંબેડકર સર્કલ પર કાશીરામજી અને ડો. આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી સલામીનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં કીમ આંબેડકર કમિટીના પ્રમુખ જગદીશ જાંબુ, ઉપપ્રમુખ અનવર સલમાની અને ડો. બાબા સાહેબ આંબેડકર ચેરિટેબલ ટ્રસ્ટ પીપોદરાના પ્રમુખ મહેશ પરમાર સહિત સ્વયંમ સૈનિક દળના કાર્યકર્તા ગામના વડીલો યુવાનો મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. કાશીરામજી અને બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને સલામી આપી હતી. સલામીના કાર્યક્રમ દરમ્યાન મોટી સઁખ્યામાં લોકો હાજર રહ્યા હતા. 35 કિલોમીટરની બાઇક રેલીમાં મોટી સઁખ્યામાં યુવાનો જોડાયા હતા .સુરત જિલ્લાના ઓલપાડના કીમ ગામે આવેલ આંબેડકર સર્કલ પર સ્વયંમ સૈનિક દળ દ્વારા કાશીરામજીની 88મી જન્મજયંતી નિમિત્તે સલામીનું આયોજન કરવામા આવ્યું હતું.
