યુક્રેનમાં ગુજરાતી વિદ્યાર્થીઓ ફસાવાનો મામલો પેચીદો બન્યો છે. કેમ કે, મોટાભાગના દેશના વિદ્યાર્થીઓમાંથી ગુજરાતી વિદ્યાર્થીઓની સંખ્યા વધુ છે.
વિદેશ મંત્રાલય દ્વારા આ વિદ્યાર્થીઓને પાછા લાવવા માટે ગુજરાત પાસેથી વિગતો મંગાવાઈ છે. ગુજરાતના વિદ્યાર્થીઓ ફસાવવા અંગે વિગતો મંગાવાઈ છે. આ વિગતો એકત્રિત કરી મોકલવામાં આવી રહી છે. મહેસૂલ વિભાગ દ્વારા ફસાયેલા વિદ્યાર્થીઓ અંગે વિદેશ મંત્રાલયને માહિતગાર કરાયું છે.
વિદ્યાર્થીઓને યોગ્ય મદદ કરવા રજૂઆત કરી છે. કેમ કે અગાઉ ગત રોજ વડોદરાના પરીવાર દ્વારા સરકારને રજૂઆત કરાઈ હતી. વડોદરા થી ઘણા વિદ્યાર્થીઓ એવા છે કે જેવું ની અંદર ફસાયા છે જેમને પોતાના વતન પરત ફરવા માટે પરિવારના રજૂઆત કરી હતી અને ફરી વાર સક્રિય થઇ સરકાર સુધી પહોંચાડી હતી.
રશિયા અને યુક્રેન વચ્ચેનો તણાવ દિવસેને દિવસે વધી રહ્યો છે. યુક્રેનની અંદર નિર્માણ થયેલી સ્થિતિના પગલે રસિયા અને યુક્રેન વચ્ચે યુદ્ધ થાય તેવી સંભાવના રહેલી છે. જેના કારણે યુક્રેનમાં રહેલા ગુજરાતીઓ અને ગુજરાતમાંથી ત્યાં ભણવા ગયેલા વિદ્યાર્થીઓ મુશ્કેલીમાં મુકાયા છે. યુક્રેનની 3.5 કરોડ વસ્તી માં 3.5 હજાર ગુજરાતીઓ, 600 વિદ્યાર્થીઓ સામેલ છે.
આ વિદ્યાર્થીઓ પોતાના વતન પરત ફરવા માટે અપીલ કરી રહ્યા છે.