



આ દેશની સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, મોટાભાગના નાગરિકો માટે કોવિડ-19 વિરોધી રસી મેળવવી ફરજિયાત રહેશે.
Ecuador Makes Vaccination Mandatory: ઇક્વાડોર સરકારે ગુરુવારે જણાવ્યું હતું કે, મોટાભાગના નાગરિકો માટે કોવિડ-19 વિરોધી રસી મેળવવી ફરજિયાત રહેશે. સરકાર દ્વારા જાહેર કરાયેલા એક નિવેદન અનુસાર, માત્ર એક્વાડોરના એવા લોકોને જ, જેમને પહેલાથી જ કોઈ સ્વાસ્થ્ય સમસ્યા છે અને જેમના સ્વાસ્થ્યને રસીથી અસર થઈ શકે છે, તેમને નવા નિયમમાંથી મુક્તિ આપવામાં આવશે, પરંતુ આ લોકોને તેમની ઍક્સેસ સંબંધીત દસ્તાવેજો રાખવા ફરજીયાત છે. ઓમિક્રોન વેરિએન્ટના (Omicron Variant) વધતા પ્રસારને ધ્યાનમાં રાખીને સરકારે આ પગલું ભર્યું છે.
સરકારે કહ્યું કે તે નવા વાયરસ ‘ઓમિક્રોન’ અને ચેપના વધતા જતા કેસોને ધ્યાનમાં રાખીને આ નિયમ લાગુ કરી રહી છે (Ecuador Vaccination Program). એક્વાડોર પાસે ‘સમગ્ર વસ્તીને રસી આપવા’ માટે પૂરતી રસીઓ છે. એક્વાડોરની વિશેષ સંચાલન સમિતિએ આ અઠવાડિયે જણાવ્યું હતું કે, રેસ્ટોરાં, સિનેમાઘરો અને અન્ય જાહેર સ્થળોએ જવા માટે રસીકરણ પ્રમાણપત્ર દર્શાવવું જરૂરી રહેશે.
77 ટકા લોકોને રસી આપવામાં આવી છે
મંગળવાર સુધીમાં, ઇક્વાડોરના 1.73 કરોડ લોકોમાંથી લગભગ 77 ટકા લોકો રસીકરણ કરવામાં આવ્યા હતા (Ecuador Vaccination Rate). 920,000 થી વધુ લોકોને ‘બૂસ્ટર’ ડોઝ પણ આપવામાં આવ્યો છે. ઇક્વાડોરમાં, રોગચાળાની શરૂઆતથી અત્યાર સુધીમાં લગભગ 33,600 લોકો કોવિડ-19થી મૃત્યુ પામ્યા હોવાની પુષ્ટિ કરવામાં આવી છે. એક્વાડોરના આરોગ્ય મંત્રાલયે સંક્રમણના બીજા વેવના જોખમને ઘટાડવા માટે 5 વર્ષ અને તેથી વધુ ઉંમરના લોકોને COVID-19 સામે રસીકરણ કરવાનો આદેશ આપ્યો છે. આમ કરનાર તે પ્રથમ દેશ બની ગયો છે.
ઘણા દેશોએ રસીકરણ ફરજિયાત બનાવ્યું છે
એક નિવેદનમાં મંત્રાલયે ઓસ્ટ્રિયા, જર્મની અને ગ્રીસ જેવા દેશોની ફરજિયાત રસીકરણ કરવાની યોજનાનો ઉલ્લેખ કરતા કહ્યું કે, તાજેતરની રજાઓથી ICUમાં દાખલ દર્દીઓની સંખ્યામાં વધારો થયો છે. જ્યારે કોસ્ટા રિકામાં કોર્ટમાં સમાન આદેશ પર સ્ટે આપવામાં આવ્યો હતો. પરંતુ હવે એક્વાડોરના આરોગ્ય મંત્રાલયે કહ્યું કે, આ નિર્ણયને દેશના આરોગ્ય કાયદા દ્વારા સમર્થન છે. આ દેશ પહેલાથી જ વાયરસને નિયંત્રિત કરવા માટે માસ્ક અને ભીડથી બચવા જેવા નિયંત્રણો લાગુ કરી ચૂક્યો છે.