Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
મનોરંજન

Bade Miyan Chote Miyan Teaser: અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ એક સાથે દેખાશે પડદા પર, સ્ક્રીન પર થશે એક્શનનો મોટો ધમાકો

અક્ષય કુમાર અને ટાઈગર શ્રોફ બંને બોલિવૂડના મોટા એક્શન સ્ટાર્સ છે. હવે આ બંને બડે મિયાં છોટે મિયાં નામની ફિલ્મ સાથે આવી રહ્યા છે. આ પહેલાં અમિતાભ બચ્ચન અને ગોવિંદા આ ફિલ્મમાં પોતાનો કમાલ બતાવી ચૂક્યા છે.
અક્ષય કુમાર (Akshay Kumar) આ સમયે એક પછી એક ફિલ્મોની જાહેરાત કરી રહ્યા છે. હાલમાં તેની પાસે 5-6 ફિલ્મો છે અને હવે તેણે બીજી ફિલ્મની જાહેરાત કરી છે. આ સાથે ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું છે. અક્ષય કુમાર ટૂંક સમયમાં ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ના ટીઝરમાં (Bade Miyan Chote Miyan teaser) જોવા મળશે. આ ફિલ્મમાં ટાઈગર શ્રોફ (Tiger shroff) પણ છે. ફિલ્મમાં અક્ષય બડે મિયાંની ભૂમિકામાં છે જ્યારે ટાઈગર શ્રોફ છોટે મિયાંના રોલમાં જોવા મળશે. ટીઝર જોઈને એવી ઝલક મળી ગઈ છે કે ફિલ્મ ખૂબ ધમાકેદાર બનવા જઈ રહી છે.

અક્ષયે ટાઈગરને સોશિયલ મીડિયા પર કર્યો ટેગ
ફિલ્મનું ટીઝર શેર કરતાં અક્ષયે ટાઈગરને ટેગ કર્યો અને લખ્યું, ‘જે વર્ષે તમે આ દુનિયામાં ડેબ્યૂ કર્યું (જન્મ લીધો) તે વર્ષે મેં ફિલ્મોમાં ડેબ્યૂ કર્યું. તું પણ હજી હરીફાઈ કરશે, છોટે મિયાં? ચાલો તો થઈ જાય સંપૂર્ણ એક્શન.”

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

‘બડે મિયાં છોટે મિયાં’ એક્શનથી ભરપૂર હશે. આ જ નામની અમિતાભ બચ્ચન અને ગોવિંદા સ્ટારર ફિલ્મનું ટાઈટલ ટ્રેક પણ ફિલ્મમાં સામેલ કરવામાં આવ્યું છે. આ ફિલ્મ 2023માં ક્રિસમસ પર રિલીઝ થશે.

અક્ષય અને ટાઈગર પહેલીવાર સાથે સ્ક્રીન પર
એવા પણ અહેવાલ છે કે આ ફિલ્મમાં શ્રદ્ધા કપૂર (shradhdha Kapoor) પણ સામેલ થઈ શકે છે. જો આમ થશે તો ટાઈગર સાથે શ્રદ્ધાની આ ત્રીજી ફિલ્મ હશે. શ્રદ્ધા અને ટાઈગર ‘બાગી’ અને ‘બાગી 3’ ફિલ્મમાં સાથે જોવા મળ્યા હતા. શ્રદ્ધા આ ફિલ્મમાં જોવા મળશે કે નહીં તે તો મેકર્સની જાહેરાત બાદ જ ખબર પડશે. બીજી તરફ અક્ષય અને ટાઈગરની વાત કરીએ તો બંને પહેલીવાર સાથે સ્ક્રીન શેર કરવા જઈ રહ્યા છે.

બંને સ્ટાર્સ એક્શનમાં માહેર છે તો આ બંને મોટા પડદા પર શું કરશે, તે તો ફિલ્મ જોઈને જ ખબર પડશે. આ સિવાય બંનેની ફિલ્મોની વાત કરીએ તો અક્ષય પૃથ્વીરાજ, બચ્ચન પાંડે, રક્ષાબંધન અને રામ સેતુ ફિલ્મમાં જોવા મળવાના છે.

આ ફિલ્મ સિવાય ટાઈગર શ્રોફ ‘ગણપત’ અને ‘હીરોપંતી 2’માં જોવા મળશે. રસપ્રદ વાત એ છે કે ટાઇગર બંને ફિલ્મોમાં કૃતિ સેનન સાથે જોવા મળવાનો છે. કૃતિ અને ટાઈગરે ફિલ્મ હીરોપંતીમાં સાથે ડેબ્યુ કર્યું હતું.

संबंधित पोस्ट

‘ધ કપિલ શર્મા શો’ના આ પ્રખ્યાત કોમેડિયને એક્ટિંગ છોડીને રસ્તાના કિનારે ચા વેચવાનું શરૂ કર્યું! VIDEO વાયરલ

Karnavati 24 News

બોલિવૂડના જાણીતા ડિરેક્ટર મહેશ માંજરેકર વિરુદ્ધ ફરિયાદ દાખલ, કોર્ટે તપાસના આપ્યા આદેશ

Karnavati 24 News

બર્થ એનિવર્સરી: નરગીસમાં હીરો વિના ફિલ્મ હિટ કરવાની તાકાત હતી, પદ્મશ્રી મેળવનાર પ્રથમ અભિનેત્રી હતી

Karnavati 24 News

અક્ષયની ફિલ્મનો ખેલ ખતમ! કમાણી જાણીને લાગશે શૉક, કોઈ જોવા નથી આવતું

Karnavati 24 News

વાપીમાં કોરોનાને આમંત્રણ આપતો કોમેડી કિંગ ઝાકીર ખાનનો કોમેડી શૉ, VIA હોલમાં બુકીંગ ફુલ

Karnavati 24 News

Jacqueline Fernandez: મની લોન્ડરિંગ કેસમાં જેકલીનને પૂછવામાં આવશે આ સવાલ, દિલ્હી પોલીસનું લિસ્ટ તૈયાર છે

Karnavati 24 News
Translate »