વિશ્વના અબજપતિઓની યાદીમાં મોટો ઉલટફેર થયો છે. અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણી ભારતના જ નહી પણ તેમણે અંબાણી અને માર્ક ઝકરબર્ગને પછાડીને ટોપ-10માં જગ્યા બનાવી છે. ફોર્બ્સ રિયલ ટાઇમ બિલિયોનર ઇન્ડેક્સ અનુસાર ગૌતમ અદાણી મુકેશ અંબાણીને પછાડી નંબર-વનની ખુરશી પર પહોચી ગયા છે.માર્ક ઝકરબર્ગની નેટવર્થમાં 29 અબજ ડૉલરનું નુકસાન થયુ છે. મેટા પ્લેટફોર્મ્સ ઇંકના સ્ટૉકે એક દિવસમાં રેકોર્ડ ઘટાડો નોંધાયો હતો અને મુકેશ અંબાણીની સંપત્તિ પણ 1.2 અબજ ડૉલર ઓછી થઇ ગઇ હતી. જેને કારણે અદાણીનો ફાયદો થયો છે અને તે 12માં સ્થાનથી 10માં સ્થાને પહોચી ગયા છે. અંબાણી હજુ પણ નંબર 11ની પોઝિશન પર છે. સૌથી મોટો ઝડકો માર્ક ઝકરબર્ગને લાગ્યો છે. ઝકરબર્ગ ટોપ-10ની બહાર થઇ ગયા છે.જેફ બેજોસની નેટવર્થમાં 11.8 અબજ ડૉલરનો ઘટાડો થયો છે. ફોર્બ્સ અનુસાર, તેના સંસ્થાપક અને મુખ્ય કાર્યકારી અધિકારી ઝકરબર્ગની કુલ સંપત્તિ 84.8 અબજ ડૉલર પર આવી ગઇ છે. ઝકરબર્ગ પાસે પહેલા ફેસબુકના નામથી જાણીતી ટેક બીહમોથનો લગભગ 12.8% ભાગ છે.ઇ-કોમર્સ રિટેલર Amazonના સંસ્થાપક અને અધ્યક્ષ જેફ બેજોસ પાસે કંપનીના લગભગ 9.9% ભાગ છે. ફોર્બ્સ અનુસાર, તે વિશ્વના ત્રીજા સૌથી અમીર વ્યક્તિ પણ છે.ફોર્બ્સ અનુસાર, એક વર્ષ પહેલા 2021માં બેજોસની કુલ સંપત્તિ 57% વધીને 177 બિલિયન ડૉલર થઇ ગઇ છે.