તમને જણાવી દઈએ કે એક સ્થાનિક રહેવાસીએ વિક્કી કૌશલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે તેની બાઇકના રજિસ્ટ્રેશન નંબરનો પ્રોડક્શન હાઉસ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે.
મધ્ય પ્રદેશના ઇન્દોરના એક વ્યક્તિ દ્વારા વિક્કી કૌશલ (Vicky Kaushal) વિરુદ્ધ ફરિયાદ દાખલ કરવામાં આવી હતી, આ પાછળનું કારણ તેની બાઇકની નંબર પ્લેટનો ઉપયોગ કરવાનો આરોપ હતો. જો કે હવે આ મામલામાં નવો વળાંક આવ્યો છે. લાગે છે કે આ વિવાદ જલ્દી ખતમ થઈ જશે. વિક્કી કૌશલે જે બાઇકનો ઉપયોગ કર્યો હતો. તેનો નંબર તે વ્યક્તિના વાહનની નંબર પ્લેટ સાથે મેચ થતો નથી. એક રિપોર્ટ અનુસાર આ માહિતી ઇન્દોર પોલીસ દ્વારા આપવામાં આવી છે.
રિપોર્ટ અનુસાર ઈન્દોર પોલીસનું કહેવું છે કે બોલિવૂડ એક્ટર વિક્કી કૌશલ અને સારા અલી ખાન તેમની આગામી ફિલ્મના શૂટિંગ દરમિયાન ઈન્દોરના રસ્તા પર બાઇક ચલાવતા જોવા મળ્યા હતા તે બાઇક પ્રોડક્શન હાઉસની હતી. આ ગેરસમજ થઈ હતી. તે ગેરસમજના કારણે બાઇકનો નંબર 1ને બદલે 4 જેવો દેખાતો હતો.
પ્રોડક્શન હાઉસની જ છે બાઇક
તમને જણાવી દઈએ કે એક સ્થાનિક રહેવાસીએ વિક્કી કૌશલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી આરોપ લગાવ્યો હતો કે તેની બાઇકના રજિસ્ટ્રેશન નંબરનો પ્રોડક્શન હાઉસ દ્વારા ઉપયોગ કરવામાં આવ્યો છે. ફરિયાદીનું નામ જયસિંહ યાદવ છે. જયસિંહ યાદવે કહ્યું કે તેમની બાઇક નંબરનો ઉપયોગ કરતા પહેલા તેમની સંમતિ લેવામાં આવી ન હતી.
જયસિંહ યાદવની ફરિયાદ બાદ પોલીસની એક ટીમ તપાસ માટે ફિલ્મના સેટ પર પહોંચી હતી અને ત્યાં પહોંચ્યા બાદ તેમને એક અલગ બાઇક નંબર મળ્યો હતો. રિપોર્ટ અનુસાર, આ મામલે વાત કરતા સબ-ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર સોનીએ કહ્યું કે નંબર પ્લેટની તપાસ દરમિયાન અમને ખબર પડી કે નંબર પ્લેટ પરના બોલ્ટને કારણે તમામ ગેરસમજ ઉભી થઈ છે. તે બોલ્ટને કારણે નંબર એક નંબર ચાર જેવો દેખાય છે અને જે નંબર પ્લેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે પ્રોડક્શન હાઉસની જ છે. તેથી અમારી તપાસમાં અમને કંઈપણ ગેરકાયદેસર જણાયું નથી.
તો બીજી તરફ પોલીસની સાથે પ્રોડક્શન હાઉસ સાથે સંકળાયેલા એક વ્યક્તિએ પણ બાઇકની નંબર પ્લેટ ટીમના સભ્યની હોવાનું જણાવ્યું છે. તેણે કહ્યું કે બોલ્ટનો ઉપયોગ નંબર પ્લેટ લગાવવા માટે કરવામાં આવતો હતો. આ નંબર પ્લેટ માત્ર પ્રોડક્શન હાઉસના સભ્યની છે. હાલમાં પોલીસના નિવેદન બાદ સ્પષ્ટ છે કે વિક્કી કૌશલ પર જે મુશ્કેલી આવી છે તે ટૂંક સમયમાં ટળી જશે.