Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

સ્થાનિક માર્કેટમાં મારૂતિ ફરીથી પકડ મજબૂત કરશે, 50 ટકા માર્કેટ શેર હાંસલ કરવાનું લક્ષ્યાંક

દેશના માર્કેટમાં સતત વધતી સ્પર્ધા વચ્ચે મારૂતિ સુઝુકી ઇન્ડિયા પોતાની પકડ મજબૂત બનાવવા માટે સંઘર્ષ કરી રહી છે ત્યારે હવે કંપનીએ માર્કેટમાં પોતાના સ્થાનને વધુ મજબૂત બનાવવા માટે પ્રતિબદ્વતા દર્શાવી છે. કંપનીએ સ્થાનિક માર્કેટમાં ફરીથી 50 ટકા હિસ્સો હાંસલ કરવાનું લક્ષ્યાંક નિર્ધારિત કર્યું છે. કંપનીના ચેરમેન અને મેનેજીંગ ડાયરેક્ટર આર.સી. ભાગર્વે કહ્યું હતું કે, મારૂતિ પાછળ નહીં હટે અને 50 ટકા માર્કેટ શેરના લક્ષ્યને સિદ્વ કરવા માટે ફરી મહેનત કરશે.

મારુતિ દેશમાં પોતાના 40 વર્ષ પૂર્ણ થવાની ઉજવણી કરી રહી છે. ગત નાણાકીય વર્ષ 2021-22માં કંપનીનું માર્કેટ શેર ઘટીને 43.38 ટકા થયો હતો, જે નાણાકીય વર્ષ 2018-19માં 51.21 ટકા સાથે સૌથી વધારે હતો. ઘરેલુ માર્કેટમાં પોતાના પ્રભુત્વને ફરી કાયમ કરવા માટે કંપનીની યોજના શહેરી વિસ્તાર ઉપરાંત નાના શહેરો અને ગ્રામ્ય વિસ્તારોની જરૂરિયાતને અનુરૂપ મોડલ લોન્ચ કરવાની છે. નાણાકીય વર્ષ 2018-19માં સ્થાનિક માર્કેટમાં પેસેન્જર વ્હીકલનું વેચાણ 33,77,436 યુનિટ્સ હતું, જે 2021-22માં ઘટીને 30,69,499 યુનિટ્સ રહ્યું હતું.

મારુતિ સુઝુકીએ 2018-19માં પોતાનું અત્યાર સુધીનું સૌથી વધુ વાર્ષિક વેચાણ 17,29,826 યુનિટ્સ રહ્યું હતું. તે સમયે કંપનીનું માર્કેટ શેર 51.21 હતું. તે 2021-22માં ઘટીને 43.38 ટકા અથવા 13,31,558 એકમ રહ્યું હતું. ભાગર્વે કહ્યું હતું કે, અમે અમારા 50 ટકા માર્કેટ શેરને ફરીથી મેળવવા માટે વધુ તૈયારી કરી રહ્યાં છે. અમે કેટલા સફળ થઇશું, એ તો સમય જ બતાવશે પરંતુ નિશ્વિતપણે અમે પીછેહઠ કરવા નથી માંગતા. અમે આ લક્ષ્યને હાંસલ કરવા માટે સ્પોર્ટ્સ યુટિલિટી વ્હીકલ (SUV) અથવા અન્ય કોઇ બોડી સ્ટાઇલનું મોડલ રજૂ કરશે.

संबंधित पोस्ट

ભારતમાં Paytmની સેવા થઈ ઠપ્પ, લેન-દેન અને એપ ઓપન કરવામાં એરર

Karnavati 24 News

અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં બનાવી જગ્યા

Karnavati 24 News

અદાણી ગ્રૂપની બે કંપનીઓની ઉલટી ચાલ, ઘટી રહેલા માર્કેટમાં શેરના ભાવ વધ્યા

Karnavati 24 News

ચીનની મોબાઈલ કંપનીઓ MI અને Oppo ભારતમાં અબજો રૂપિયાની છેતરપિંડી કરે છે?

Karnavati 24 News

Infinixએ તેનો નવો સ્માર્ટફોન Infinix Hot 12 ભારતમાં કર્યો લોન્ચ

Karnavati 24 News

એપ્રિલમાં ભારતની ક્રૂડ ઓઈલની આયાત અત્યાર સુધીની સૌથી વધુ હોવાનો દાવો કરે છે

Karnavati 24 News
Translate »