સામાન્ય રીતે પેરેન્ટ્સની ફરિયાદ હોય છે કે એમના બાળકો શરમાળ છે અને ઘરે કે બહાર ક્યાંય જવાનું હોય તો લોકોની સામે આવતા નથી. આમ, એક વાત યાદ રાખો કે બાળકો કોરા કાગળની જેમ હોય છે. નાનપણથી બાળકનું ઘડતર તમે જેમ ઘડો છો એમ ઘડાય છે. આ માટે નાનપણથી જ તમારે તમારા બાળકોને અનેક વસ્તુઓની ટ્રેનિંગ તેમજ અનેક મેનર્સ શીખવાડવી જોઇએ. જો તમે બાળપણથી જ બાળકને સોશિયલ મેનર્સ શીખવાડો છો તો એના વર્તનમાં તમને બીજા કરતા અનેક ઘણો સુધારો જોવા મળે છે.
અભિવાદન કરવું
જ્યારે તમારે ઘરે કોઇ મહેમાન આવે છે તો સામાન્ય રીતે બાળકો એમને તરછોડતા હોય છે, પરંતુ જો તમે નાનપણથી જ બાળકને અભિવાદન કરવાનું શીખવાડો છો તો તમારું બાળક ઘરે આવતા મહેમાનોને ધિક્કારશે નહિં, પણ એમનું અભિવાદન કરશે. ઘરમાં આવતા મહેમાનોને નમસ્તે અને હેલ્લો કહેવાનું શીખવાડો.
ધન્યવાદની ટેવ પાડો
શરૂઆતથી જ બાળકોને જ્યારે કોઇ કંઇ વસ્તુ આપે તો એમને થેક્યું તેમજ ધન્યવાદ કહેવાનું શીખવાડો. સામેની વ્યક્તિને તમારું બાળક જ્યારે થેક્યું કહે છે તો એની ઇમ્પ્રેસ કંઇક અલગ પડે છે.
પૂરી વાત સાંભળવાની આદત પાડો
બાળકો ખૂબ જ ચંચળ હોય છે જેમને કોઇ વસ્તુ શીખવાડવા માટે તમારે પ્રેમથી સમજાવવું પડે છે. માટે એમને પ્રેમથી સમજાવો કે જ્યારે કોઇ તારી સાથે વાત કરે ત્યારે એને પહેલા આખી સાંભળે અને વચ્ચેથી કોઇની વાત કાપે નહિં.
બીજા બાળકો સાથે હાથ મિલાવો
બાળકોને સમજાવો કે એ જ્યારે સ્કૂલમાં જાય ત્યારે એના મિત્રો સાથે ઝઘડા ના કરે અને પ્રેમથી હાથ મિલાવે. આ સાથે જ એમને હાથ કેવી રીતે મિલાવવો એ પણ સમજાવો.
બીજા સાથે વાત કરતા શિખવાડો
બાળકોને જ્યારે કોઇ એમનું નામ પૂછે છે તો તેઓ એકદમ શાંત થઇ જાય છે અને કંઇ બોલતા હોતા નથી. આ માટે બીજા લોકો સાથે કેવી રીતે વાત કરવી એ શીખવાડો.