Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
બિઝનેસ

લાઠી નાં ઉદ્યોગપતિ ને એવોર્ડ

લાઠીના દુધાળા ગામના વતની અને જાણીતા ઉદ્યોગ પતિ સવજી ધોળકિયાને પદ્મશ્રી એવોર્ડ મળતા વતનમાં ખુશીનો મહોલ

તમે કરેલું કામ ફોકટમાં નથી જતું પરિણામ જરૂર મળે છે : સવજી ધોળકિયા
સુરતના જાણીતા ઉદ્યોગપતી અને લાઠીના જળક્રાંતિના પ્રણેતા સવજી ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ મળતા સવજીભાઈ ધોળકીયાએ ખુશી વ્યક્ત કરી હતી.પદ્મશ્રી નો એવોર્ડ મળતા અમરેલી જિલ્લાના દુધાળા ગામના વતની સવજીભાઈ ધોળકીયાએ અમરેલી જિલ્લાનું ગૌરવ વધાર્યું છે.તેમને એવોર્ડ મળવાની જાહેરાત થતા જ તેમના ઘર પર તેમના મિત્રો,સંબંધીઓ અને લાઠી શહેરના આગેવાનો તેમની દુધાળા રોડ પર આવેલી હવેલી ખાતે પહોંચી તેમને એવોર્ડ મળવા બાદલ સન્માનિત કર્યા હતા અને ખુશી વ્યક્ત કરી હતી.
વર્ષ 2022 માટે આજે સરકાર દ્રારા પદ્મ પુરસ્કારની જાહેરાત કરવામાં આવી હતી.જેમાં સુરતના ડાયમંડ કીંગ અને જળક્રાંતિના પ્રણેતા સવજીભાઈ ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ માટે નામ જાહેર થયું હતું.સરકાર દ્રારા સવજીભાઈ ધોળકીયાને પદ્મશ્રી એવોર્ડ આપવામાં આવતા સવજીભાઈ ધોળકીયાએ ખુશી વ્યક્ત કરી હતી.અમરેલી જિલ્લાના લાઠી તાલુકાના દુધાળા ગામના વતની સવજીભાઈ ધોળકીયાએ દુધાળા ગામ અને આસપાસના વિસ્તારોમાં પાણીની સમસ્યાને લઈને તળાવો બનાવ્યા છે.ત્યારે તેમના આ શ્રેષ્ઠ કાર્ય માટે સરકાર દ્રારા પદ્મશ્રી એવોર્ડ માટે નામ જાહેર કરીને એવોર્ડ આપવામાં આવ્યો છે.સરકાર મારા કાર્યની નોંધ લઈને પદ્મશ્રી મળતા ખુબજ ખુશી છે.અત્યારે 100 માંથી 75 તળાવ બનાવ્યા છે.હજુ તળાવો બનાવવાનું બાકી છે.સરકાર પણ ઈચ્છે છે કે હજુ સારા કાયો હજુ આગળ હું કરું.પદ્મશ્રીનો એવોર્ડ મળતા મારી જવાબદારી વધી ગઈ છે.હજુ પણ વધારે સારા કર્યો કરીને લોકોને વધુમાં વધુ ઉપયોગી થઈ શકું તેવા આવનારા દિવસોમાં કામ કરવા છે તેમ જણાવ્યું હતું
આ ઉપરાંત તેમણે વધુમાં જણાવ્યું હતુંકે પદ્મશ્રી એવોર્ડ મળવાની ખુશી હું બોલીને કહી ન શકું તેટલી ખુશી મને છે એન તેની કોઈ સીમાં નથી તેમજ હજુ જોરથી હું કામ કરીશ અને આપણે કામ કરતુ રહેવું કોઈએ એક દિવસ સૂર્યોદય થશે એ મારા જીવનો લક્ષ્ય છે અને દિલ્હી સુધી હું પહોંચી શકીશ તે મેં વિચાર્યું પણ ન હતું એન મેં સંઘર્ષ ખુબજ કર્યો છે પણ જે પણ તમે કરો છો તે કોઈ દિવસ ફોકટમાં નહિ જાય જરૂરને જરૂર મળતું હોય છે અને મને આજે પરિણામ મળ્યું છે.

संबंधित पोस्ट

ભારતના ઘઉંની નિકાસ પ્રતિબંધનું સમર્થન કરીને ચીને આશ્ચર્યચકિત કર્યા.

Karnavati 24 News

વિશ્વની પ્રથમ સોલર કારઃ જાન્યુઆરીમાં ચાર્જ કરો અને જુલાઈ સુધી ચલાવો, આ કાર સૂર્યથી ચાલતી રહેશે

Karnavati 24 News

મોરબીમાં સિરામીક ફેક્ટરી અને રહેણાંક પર ઇન્કમટેક્સના દરોડા, બેનામી વ્યવહારો મળવાની શક્યતા

Karnavati 24 News

દિવસના અંતે સેન્સેક્સ 85 પોઈન્ટ ઘટીને 56,976 પર છે; નિફ્ટીમાં 33 પોઈન્ટનો ઘટાડો

અદાણી એશિયાના સૌથી અમીર વ્યક્તિ બન્યા, વિશ્વના ટોપ-10 અમીરોની યાદીમાં બનાવી જગ્યા

Karnavati 24 News

Exclusive : આખરે ગૌતમ અદાણી સિમેન્ટ પર કેમ રમ્યા 82 હજાર કરોડનો દાવ

Karnavati 24 News