



બોલિવૂડના દિવંગત અભિનેતા ઇરફાન ખાનનો આજે જન્મ દિવસ છે. અભિનેતા ઈરફાન ખાનનો એક અલગ જ ચાહક વર્ગ છે. અને અભિનેતાના નિધન બાદ ચાહકોમાં શોકની લાગણી ફેલાઈ હતી. જોકે, આજે તેઓ જીવતા હોત તો તેઓ 55 વર્ષના થયા હોત. તેમનો જન્મ 7 જાન્યુઆરી 1967ના દિવસે રાજસ્થાનના કોટમાં થયો હતો. ઈરફાન ખાનને તેમની ડિફરન્ટ એક્ટિંગના કારણે બોલિવૂડમાં અલગ સ્થાન મળ્યું હતું. આજે ઇરફાનન ખાનનો જન્મ દિવસ છે ત્યારે અહીં પાણે તેમની કેટલક અજાણી વાતો વિશે વાત કરીશું જેના વિશે લગભગ કોઈ જાણતું નહીં હોય અને તેમનું એક સપનું પણ હતું જે અધુરું રહ્યું હતું.
ઇરફાન ખાનનું આ સપનું રહ્યું અધુરું
ઈરફાન ખાન રાજસ્થાનથી મુંબઈ આવ્યા હતા અને તેઓ બોલિવૂડની દુનિયામાં પગ મૂક્યો ન હતો ત્યારે એસી રિપેરિંગનું કામ કરતા હતા. એક સમયે પ્રખ્યાત અભિનેતા રાજેશ ખન્નાના ઘરમાં એસી રિપેરિંગના બહાને પહોંચી ગયા હતા. એનું એક માત્ર કારણ હતું કે ઇરફાન ખાન અક્ષય કુમારના સાસરા રાજેશ ખન્નાના ફેન હતા. મહામુસીબતે રાજેશ ખન્નાના ઘરે પહોંચ્યા હતા. પરંતુ એ સમયે રાજેશ ખન્ના ઘરમાં હાજર ન્હોતા માટે ઇરફાન ખાનનું રાજેશ ખન્નાને મળવાનું સપનું અધુરું રહ્યું હતું.
ઇરફાન ખાન ક્યાં સુધી ભણ્યા હતા
બોલિવૂડમાં અલગ જગ્યા બનાવનાર ઇરફાન ખાન 1987માં એનએસડીમાંથી ગ્રેજ્યુએશન કર્યું હતું. અને ત્યારબાદ 1988માં મીરા નાયરની ફિલ્મ સલામ બોમ્બેથી ડેબ્યૂ કર્યું હતું. આ ફિલ્મમાં તેમણે એક લેટર રાઈટરનો અભિનય કર્યો હતો. પરંતુ મૂવીમાં તેમનો રોલ ખુબ નાનો હતો. જોકે, આ નાના રોલથી તેમને બોલિવૂડની દુનિયામાં આવવાનો મોકો મળ્યો હતો.
સલામ બોમ્બેથી લઈને જ્યુરાસિક વર્લ્ડ સુધી કરી અનેક ફિલ્મો
ઇરફાન ખાને તો બોલિવૂડમાં પોતાની જગ્યા બનવા હતી. પરંતુ હોલિવૂડમાં પણ પોતાની આગવી છાપ ઊભી કરી હતી. સલામ બોમ્બેમાં કામ કર્યા બાદ ઈરફાન ખાનની બીજી ફિલ્મો ઓફર થવા લાગી હતી. ત્યારબાદ ફિલ્મ મકબૂલમાં કામ કર્યું અને તેમની એક્ટિંગના ભારે વખાણ થયા હતા. ત્યારબાદ ઇરફાન ખાને ક્યારે પાછું વળીને જોયું નહીં અને તેમણે બોલિવૂડની સાથે સાથે હોલિવૂડમાં પણ પોતાનો પગ મૂક્યો હતો અને જુરાસિક વર્લ્ડ અને લાઈફ ઓફ પાઈ જેવી ઇન્ટરનેશનલ ફિલ્મો કરી હતી.