‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’માં ચંપકચાચાનું પાત્ર ભજવીને ઘેર-ઘેર લોકપ્રિય થનારા અમિત ભટ્ટ માટે આ વર્ષ ઘણું જ ખાસ રહ્યું છે. હાલમાં જ તેમણે નવી કાર ખરીદી હતી. ઉલ્લેખનીય છે કે દિવાળીમાં જેઠાલાલ એટલે કે દિલીપ જોષીએ નવી કાર ખરીદી હતી. અમિત ભટ્ટે કઈ કાર ખરીદી? 49 વર્ષીય અમિત ભટ્ટે MG હેક્ટર કાર ખરીદી છે. આ કારની કિંમત 13-19 લાખની વચ્ચે હોવાનું માનવામાં આવે છે. અમિત ભટ્ટ કારની ડિલિવરી લેવા પરિવાર સાથે ગયા હતા. અહીંયા તેમણે નાળિયેર ફોડ્યું હતું અને કારની આરતી પણ કરી હતી.