કોંગ્રેસ માં નેતા સ્વ અહેમદ ભાઈ પટેલના પુત્ર ફૈઝલ પટેલ નો આજે જન્મ દિવસ છે,સૌ કોઈ ફૈઝલ પટેલ ને જન્મ દિવસઃ ની શુભેચ્છાઓ આપી રહ્યા છે તો બીજી તરફ ફૈઝલ પટેલ ના એક ટ્વીટ થી ભારે ખળભળાટ મચ્યો હતો,ફૈઝલ પટેલના જન્મ દિવસઃ ની શુભેચ્છાઓ આપતા જ્યાં અભિનેત્રી અમિષા પટેલે ફૈઝલ ને ડાર્લિંગ કહી ને જાહેર માં શુભેચ્છાઓ આપી તો ફૈઝલ પટેલે અમિષા ના ટ્વિટ ના જવાબ માં લગ્ન ની જ ઓફર કરી દેતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો હતો….
અમિષા ને જવાબ આપતા ફૈઝલ પટેલે રી ટ્વીટ કર્યું અને લખ્યું કે હું તને જાહેરમાં કહું છુ,શુ તું મારી સાથે લગ્ન કરીશ,ફૈઝલ પટેલે બસ આટલું ટ્વીટ કરતા જ સોશિયલ મીડિયામાં આખું ધ્યાન બંને ની ગપસપ ઉપર કેન્દ્રિત થયું હતું, મામલો ચર્ચાસ્પદ બનતા જોતા જ ગણતરીના સમય માં ફૈઝલે પોતે કરેલું પ્રપોઝ વારુ પોસ્ટ ડિલીટ કરી નાંખી હતી,જોકે ફૈઝલ ના આ પોસ્ટ ત્યાં સુધી અનેક યુઝર્સ એ જોઈ લીધી હતી અને આખરે મિડિયા મામલો ચર્ચાનું કેન્દ્ર પણ બની ગયો છે,..
::-શુ અભિનેત્રી અમિષા પટેલ બનશે ભરૂચ ની વહુ..!! અમિષા પટેલ અને ફૈઝલ પટેલ વચ્ચે ટ્વિટર પર જામેલા ઇલુઇલું બાદ લોકો વચ્ચે મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે,અને લોકો હવે ચર્ચાઓ કરી રહ્યા છે કે શું અભિનેત્રી અમિષા પટેલ ભરૂચ જિલ્લાના વતની સ્વ.અહેમદ ભાઈ પટેલ ના પુત્ર ફૈઝલ પટેલ સાથે લગ્ન કરી ભરૂચ ની વહુ બનવા જઈ રહી છે,.!?તેવા અનેક સવાલો લોકોમાં હાલ ચર્ચાનું કેન્દ્ર બન્યા છે