



ચલાલા નગરપાલિકાના 15 સભ્યોએ ચીફ ઓફિસર કામની કોઇ વાત ના સાંભળતા હોવાની વાતને લઇને કારોબારી ચેરમેનને આવેદન આપ્યુ છે. પાલિકાના વોર્ડના સભ્યોએ સ્થાનિક પ્રશ્નોની રજૂઆત મુદ્દે ચીફ કામ ના કરતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે.
નગરપાલિકાના 15 સભ્યોએ કારોબારી ચેરમેનને ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસરની ગેર વર્તણૂકને લઇને આવેદન પત્ર પાઠવ્યું છે અને તેમની બદલી કરવાની વાત કરી છે.
નગરપાલિકાના સભ્યોએ આપેલા આવેદનપત્ર અનુસાર, ચલાલા નગરપાલિકાના ચીફ ઓફિસર રીટાયર નાયબ માલતદાર રેવન્યુને 11 મહિનાના કરારથી ચીફ ઓફિસરનો ચાર્જ આપવામાં આવ્યો છે. આ ચીફ ઓફિસર દ્વારા ચલાલાના ચૂંટાયેલા ભારતીય જનતા પાર્ટીના સભ્ય સાથે ન સાજે તેવું વર્તન કર્યુ હતુ અન તેમના મોબાઇલ નંબર બ્લોક લીસ્ટમાં મુકવામાં આવે છે. રૂબરૂ રજૂઆત કરીએ તો તેઓ રજૂઆત કોઇ પણ કારણસર ધ્યાને લેતા નથી. અત્યારે વિધાનસભાની ચૂંટણી નજીક છે અને અમારા પક્ષ તરફથી અમે ‘હર ઘર દસ્તક, કોવિડ વેક્સિન લેવડાવવા’ માટેની ઝુંબેશ ચાલુ હોય અને અમારે રોજ રાત્રે ગ્રુપ મીટિંગો થતી હોય આ ગ્રુપ મીટિંગમાં વિસ્તારના અનેક પ્રકારના પ્રશ્નો લોકો દ્વારા આવતા હોય ત્યારે આ પ્રશ્નોના નિકાલ માટે ચીફ ઓફિસર સાહેબને ગમે ત્યારે ફોન કરી પ્રશ્નોના નિકાલ માટે રજૂઆત કરતા હોઇએ પરંતુ આ ચીફ ઓફિસર ચૂંટાયેલા સભ્ય શ્રીનું કામ ના કરવુ અને તેમણે તેમના વિસ્તારમાં બદનામ કેમ થાય તેવુ વિચારતા હોય તેમ લાગે છે. હવે તો હદ થાય છે કે ચૂંટાયેલા સદસ્ય કે આગેવાનો ફોન કરે તો તેમના ફોન નંબર બ્લેક લીસ્ટ કરવામાં આવે છે. બહુમતીથી ચૂંટાયેલા સભ્ય શ્રી સહી કરી અરજી કરે તો પણ કોઇ પણ પ્રકારનું ધ્યાને લેવામાં આવતુ નથી અને પ્રમુખ શ્રીને રજૂઆત કરવા છતા ચીફ ઓફિસર દ્વારા બ્લેક લીસ્ટમાંથી નંબર કાઢવામાં આવતા વિસ્તારના કોઇ પણ પ્રકારના પ્રશ્નોનું નિરાકરણ થતુ નથી કે ધ્યાને લેવામાં આવતુ નથી. તો આવા નગરપાલિકાના બિન અનુભવી ચાર્જ વાળા ચીફ સાહેબને બદલી રેગ્યુલર નગરપાલિકાના અનુભવી ચીફ સાહેબને ચાર્જ આપવા નમ્ર વિનંતી છે.