



હાલ રવિપાક ની મોસમ ચાલી રહી છે અને ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી મળી રહે તે માટે ધ્રાંગધ્રા બ્રાંચ કેનાલમાંથી પાણી છોડવામાં આવ્યું હતું ત્યારે પેટા કેનાલ નં ૨૭ માંથી વાઘપર-ગાળા ગામના ખેડૂતોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જેમાં વાઘપર-પીલુડી ગામ પાસે કેનાલના નબળા કામને પગલે ગાબડું પડ્યું હતું અને ખેડૂતોના ખેતર સુધી પાણી પહોંચતું ના હતું
જે બાબતે જાણ થતા વાઘપર ગામના વતની અને જીલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન અજયભાઈ લોરિયા સ્થળ પર દોડી ગયા હતા અને ખેડૂતોના પ્રશ્ને તંત્રની રાહ જોયા વિના ખેડૂતોને સાથે રાખીને પોતાના સ્વ ખર્ચે કેનાલ રીપેર કરાવી હતી અને પિયત માટે છેવાડાના ગામ સુધી પાણી પહોંચે તેવા પ્રયાસ હાથ ધર્યા હતા જેથી વિસ્તારના ખેડૂતોને યુવા અગ્રણીનો આભાર વ્યક્ત કર્યો હતો