Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

નવસારીમાં જલાલપોરના દેસાઈ તળાવમાં બોલ લેવા ગયેલ બાળકનું પાણીમાં ડૂબી જવાથી મોત



(જી.એન.એસ) તા.૪

નવસારી

નવસારીમાં જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવમાં બાળકનું ડૂબવાના કારણે મૃત્યુ થયું હતું. આ ઘટના બાબતે સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર જલાલપોર વિસ્તારના દેસાઈ તળાવ પાસે દિવસ દરમ્યાન બાળકો બાળકો ક્રિકેટ રમતા હતા તે  દરમિયાન બોલ તળાવના પાણીમાં પડ્યો અને આ બાળક તળાવમાંથી બોલ લેવા ગયો અને પાછો જ ના આવ્યો. બીજા બાળકોને લાગ્યું કે તે મસ્તી કરતો હશે એટલે ધ્યાન ના આપ્યું. ત્યારે વિસ્તારમાં બાળક ગુમ થયાનું સામે આવતા પોલીસ પણ શોધવાની કામગીરીમાં લાગી. બાળકનું નામ ભૌતિક પંકજભાઈ ગૌસ્વામી છે તેવું જાણવા મળ્યું છે.પોલીસે ફાયરબ્રીગેડ ની મદદ દ્વારા તળાવમાં બાળકની શોધખોળ શરુ કરી હતી.

ફાયરબ્રિગેડને અને પોલીસે 4 થી 5 કલાક મહેનત કર્યા પછી બાળકનો મૃતદેહ મોડી રાતે મળી આવ્યો હતો. તળાવમાં 8 થી 10 ફૂટ ઊંડાં પાણીમાં ડૂબી જવાના કારણે બાળકનું મોત નિપજયું. પોલીસે બાળક ના મૃતદેહને નવસારી સિવિલ હોસ્પિટલ ખાતે પીએમ માટે મોકલવામાં આવ્યો હતો.

संबंधित पोस्ट

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સિનિયર સિટીઝન કક્ષ શરૂ થયાના માત્ર ૬ મહિનામાં ૧૦ હજારથી વધુ વયસ્કોએ લાભ મેળવ્યો

Gujarat Desk

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ SVAMITVA યોજના હેઠળ 10 રાજ્યો અને 2 કેન્દ્રશાસિત પ્રદેશોમાં 65 લાખથી વધુ પ્રોપર્ટી કાર્ડનું વિતરણ કર્યું

Gujarat Desk

રાજ્યમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણી આચારસંહિતાને કારણે જાન્યુઆરી-૨૦૨૫ મહિનાનો જિલ્લા-તાલુકા અને રાજ્ય “સ્વાગત” કાર્યક્રમ યોજાશે નહીં

Gujarat Desk

જૂનાગઢ જિલ્લામાં 23277 નવા મતદારોનો ઉમેરો, કુલ મતદારોની સંખ્યા 12.66 લાખ

Karnavati 24 News

હવે ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન’

Gujarat Desk

દ્વારિકાધીશ શ્રીકૃષ્ણ અને અરૂણાચલ પ્રદેશના રૂક્ષ્મણીજીના લગ્નની યાદમાં ઊજવાતો માધવપુર ઘેડ મેળો પૂર્વોત્તર અને પશ્ચિમ ભારતની સંસ્કૃતિઓને એક કરે છે

Gujarat Desk
Translate »