Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

આગામી તહેવારો હોળી, ધૂળેટી અને રમજાન અનુસંધાને રાજ્યના પોલીસ વડાશ્રી વિકાસ સહાયે તમામ પોલીસ કમિશનરશ્રી, પોલીસ અધિક્ષકશ્રી સાથે વિડિઓ કોન્ફરન્સ યોજી



સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા તેમજ અફવાઓ અંગે ખાસ સોશિયલ મીડિયા મોનીટરીંગ કરવા જરૂરી તાકીદ કરાઈ

(જી.એન.એસ) તા. 12

ગાંધીનગર,

રાજ્યના નાગરિકોને સુરક્ષિત અને શાંતિપૂર્ણ વાતાવરણમાં તહેવારોની ઉજવણી કરી શકે તે ઉદ્દેશ સાથે રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે આજે તમામ પોલીસ કમિશનરશ્રી અને પોલીસ અધિક્ષકશ્રી સાથે એક વિડિઓ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું.

આગામી દિવસોમાં આવી રહેલા તહેવારો હોળી, ધૂળેટી અને રમજાનને ધ્યાનમાં રાખીને રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જળવાઈ રહે તથા શાંતિ અને સલામતીનું વાતાવરણ કાયમ રહે તે હેતુથી આ કોન્ફરન્સ યોજવામાં આવી હતી.

આ બેઠકમાં તહેવારો દરમિયાન સુરક્ષા અને શાંતિ જાળવવા માટે વિવિધ મહત્વના મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી અને જરૂરી સૂચનાઓ આપવામાં આવી હતી.

આ વિડિઓ કોન્ફરન્સમાં સ્થાનિક સ્તરે શાંતિ સમિતિઓ સાથે બેઠકો યોજી સમન્વય અને સહકાર સુનિશ્ચિત કરવા જરૂરી સૂચનાઓ અપાઈ હતી. તે ઉપરાંત અલગ અલગ વિસ્તારોમાં વિવિધ સમુદાય સાથે સંવાદ સાધી જરૂરી તકેદારી રાખવા પણ જણાવાયું હતું. 

રાજ્યના પોલીસ વાદશ્રીએ વીડિયો કોન્ફરન્સમાં તાકીદ કરી હતી કે, ભીડભાડવાળી જગ્યાઓ અને ધાર્મિક સંસ્થાઓ પર જરૂરી બંદોબસ્ત રાખવો અને  સંવેદનશીલ સ્થળોએ પૂરતી પોલીસ ફોર્સ મૂકીને સુરક્ષા વધારવી. 

ખોટી માહિતી અને અફવાઓને રોકવા માટે સ્થાનિક લેવલથી સોશિયલ મીડિયા મોનિટરિંગ રાખવા અને આવા કારણોસર કાયદો અને વ્યવસ્થાની સ્થિતિને અસર ન પડે તે માટે સોશિયલ મીડિયા પર ચાંપતી નજર રાખવા પણ સૂચના આપવામાં આવી હતી.

શહેર ગ્રામ્ય વિસ્તારમાં નાકા પોઇન્ટ્સ પર સઘન વાહન ચેકીંગ કરવા તેમજ ભીડવાળા વિસ્તારોમાં ખાસ શી ટીમો તૈનાત કરી નિરીક્ષણ વધારવા અને સતત પેટ્રોલિંગ અને પોલીસ વાહનોની હાજરી દ્વારા લોકોમાં સુરક્ષાની ભાવના જાળવવા રાજ્યના પોલીસ વડાશ્રી દ્વારા જણાવવામાં આવ્યું છે.

રાજ્યના પોલીસ વડા શ્રી વિકાસ સહાયે તમામ પોલીસ અધિકારીઓને આ મુદ્દાઓના આધારે યોગ્ય આયોજન કરી, સંકલન સાધીને સલામતીના પગલાં લેવા તાકીદ કરી હતી.

તહેવારોના સમયે રાજ્યમાં શાંતિ અને સૌહાર્દ જળવાઈ રહે તે સુનિશ્વિત કરવા સૂચના આપવામા આવી હતી.

संबंधित पोस्ट

રાજસ્થાનની રૂા. 18 લાખનું હેરોઈન લઈ આવનાર સહિત બે ઝડપાયા

Gujarat Desk

ખેડૂતોની માઠી દશા ! માવઠું પડશે તો શાકભાજીને નુકશાન થશે એવી ખેડૂતો ભીતિ સેવી રહ્યા છે

Karnavati 24 News

પાટણ ખાતે આવેલ બીએપી એસ સ્વામિનારાયણ મંદિર ખાતે અન્નકૂટ મહોત્સવ યોજાયો

Admin

જમીન રી-સરવેની કામગીરી સંપૂર્ણ પારદર્શી રીતે કરીને રાજ્યનો એક પણ ખેડૂત રહી નજાય એ જ અમારો નિર્ધાર : મંત્રીશ્રી બલવંત સિંહ રાજપૂત

Gujarat Desk

રાજ્યના સરકારી કર્મચારીઓ જો હેલ્મેટ વગર સરકારી કચેરીએ પહોંચ્યા તો કાર્યવાહી થશે: ડીજીપી વિકાસ સહાય

Gujarat Desk

જામજોધપુરમાં પતંગ લૂંટતા તરુણનો વીજ શૉક લાગતાં મૃત્યુ થયું

Gujarat Desk
Translate »