Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

અમદાવાદ સિવિલ હોસ્પિટલ કેમ્પસમાં અંદાજીત રૂ. ૫૮૮ કરોડના ખર્ચે ૨૦૦૦ થી વધુ બેડની ક્ષમતા ધરાવતી નવીન હોસ્પિટલ નિર્માણાધીન :- આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલ



અમદાવાદ સિવિલ મેડિસીટી માસ્ટરપ્લાન અંતર્ગત અત્યારસુધીમાં કુલ રૂ. ૩૪૬૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાઇ :- આરોગ્યમંત્રીશ્રી

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર/અમદાવાદ,

આ જગ્યાએ O.P.D. બિલ્ડીંગ, ૯૦૦ પથારીની નવી જનરલ હોસ્પિટલ, ૫૦૦ પથારીની ઈન્ફેશ્યસ ડીસીઝ (ચેપીરોગના દર્દીઓ) માટે નવીન હોસ્પિટલ બાંધવામાં આવશે

છેલ્લા ચાર વર્ષમાં કુલ રૂ. ૨૩૬.૫૦ કરોડની રકમ તબક્કાવાર કામગીરી માટે ફાળવવામાં આવી

શું સુવિધાઓ ઉપલબ્ઘ થશે નવીન હોસ્પિટલમાં:-

•       ૫૫૫ ફોર વ્હીલર્સ અને ૧૦૦૦ ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કીંગ

•       ચેપી રોગની અલાયદી O.P.D.

•       ઓપરેશન થીયેટર તથા ૧૧૫ બેડ જેમાં ૧૫ બેડ ટી.બી I.C.U બેડ

•       ૩૦૦ I.C.U બેડ પૈકી ચેપી રોગના ૩૨ I.C.U

•       ૬૦ આઇસોલેશન રૂમ

વિધાનસભામાં પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ધારાસભ્યશ્રી દિનેશસિંહ કુશવાહ દ્વારા અમદાવાદ સિવિલ મેડિસીટી કેમ્પસ ખાતે ચેપી રોગની હોસ્પિટલના નવા બાંધકામ સંદર્ભે પૂછેલા પ્રશ્નના ઉત્તરમાં આરોગ્યમંત્રી શ્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, જુના ઈન-ડોર બ્લોક વોર્ડ , બ્લોક A થી D , અને ઓલ્ડ ટ્રોમા સેંટરના જુના મકાનો તોડી તેના સ્થાને નવીન ઓપીડી, ૯૦૦ પથારીની નવીન જનરલ હોસ્પિટલ, ૫૦૦ પથારીની ઈન્ફેશ્યસ ડીસીઝ (ચેપીરોગના) દર્દીઓ માટે હોસ્પિટલ બાંધવાનું આયોજન હાથ ધરાયું છે.

મંત્રીશ્રી ઋષિકેશ પટેલે વિશેષમાં જણાવ્યું હતું કે, આ કામગીરી માટે અંદાજીત કુલ રૂ. ૫૮૮ કરોડની વહીવટી મંજૂરી અપાઇ છે. જેમાં અત્યારસુધીમાં છેલ્લા ચાર વર્ષમાં તબક્કાવાર કુલ રૂ. ૨૩૬.૫૦ કરોડની બજેટ જોગવાઇ કરાઇ છે.

નવી બનનાર  ૫૦૦ બેડની ચેપી રોગની હોસ્પિટલ તથા ૯૦૦ બેડની જનરલ હોસ્પિટલમાં ૩૦૦ બેડ આઇ.સી.યુ. અને સ્પેશિયલ રૂમ, વી.આઇ.પી. રૂમ મળી કુલ ૨૦૧૮ બેડ હોસ્પિટલ ઉપલબ્ધ થશે .

અંદાજીત દસ માળની આ નિર્માણાધીન આ હોસ્પિટલમાં ૫૫૫ ફોર વ્હીલર્સ અને ૧૦૦૦ ટુ વ્હીલર્સની ક્ષમતા ધરાવતું પાર્કીંગ, ચેપી રોગની અલાયદી ઓપીડી, ઓપરેશન થીયેટર તથા ૧૧૫ બેડ જેમાં ૧૫ બેડ ટી.બી I.C.U બેડ, ૩૦૦ I.C.U બેડ પૈકી ચેપી રોગના ૩૨ I.C.U , ૬૦ આઇસોલેશન રૂમની સુવિધા ઉપલબ્ધ બનશે.

આ હોસ્પિટલમાં ન્યુમોનીયા, સેપ્શીસ, સ્થાનિક અને કોલેરા, એચ.આઇ.વી., ટાઇફોઇડ, ઝેરી કમળાના ટાઇપ એ અને ઇ, ઇન્ફ્લુએન્ઝા (સ્વાઇન ફ્લુ), હડકવા, કોવીડ-૧૯, જાપાનીઝ એન્‍સેફેલાઇટીસ, ટ્યુબર ક્લોસીસ જેવી સ્થાનિક કે વૈશ્વિક મહામારીઓ , કોંગો ફીવર, ઇબોલા, ઝીકા વાયરસ, યલો ફીવર જેવા અતિ ગંભીર ચેપી રોગો , કૃમિ, વેકટર બોર્ન રોગો જેવા કે મેલેરિયા, ડેન્ગ્યુ જેવા પેરાસાઇટીક ઇન્ફેકશન, ફંગસ જેવા કે મ્યુકોરમાઇકોસીસ, એસ્પરઝીલોસીસ, હીસ્ટોપ્લાઝમોડીયા , મલ્ટીપલ ડ્રગ રેસીસ્ટન્‍સ વાળા દર્દીઓને બેક્ટેરિયા અને વાઈરસથી થતાં ચેપી રોગો જેવા વિવિધ ચેપી રોગોની સારવાર ઉપલબ્ધ થશે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સિવિલ મેડિસીટીના માસ્ટર પ્લાન તથા બજેટમાં મંજૂર થયેલ કામો પૈકી અત્યારસુધીમાં કુલ રૂ. ૨૫૯૦ કરોડના ૩૫ કામો પૂર્ણ થયા છે તેમજ રૂ. ૧૩૧ કરોડના ૩ કામો પ્રગતિ હેઠળ છે અને રૂ. ૭૩૯ કરોડના કામો શરૂ થનાર છે.  આમ  સિવિલ મેડિસીટી ડેવલપમનેન્ટમાં અત્યારસુધીમાં કુલ રૂ. ૩૪૬૦ કરોડના ખર્ચે અત્યાધુનિક સેવા-સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી હોવાનું મંત્રી શ્રી ઋષિકેશ પટેલે ઉમેર્યુ હતુ.

संबंधित पोस्ट

વડોદરા જિલ્લામાં સામાન્ય યોજના હેઠળ છેલ્લા બે વર્ષમાં ૨ હજારથી વધુ કૃષિ વિષયક વીજ જોડાણ અપાયા: ઊર્જા મંત્રી શ્રી કનુભાઈ દેસાઈ

Gujarat Desk

કચ્છ જિલ્લાના અબડાસા અને લખપત તાલુકામાં સિંચાઈ માટે નર્મદાના પાણી પહોંચાડવાની પ્રથમ તબક્કાની કામગીરી ટૂંક સમયમાં પૂર્ણ થશે: જળસંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી શ્રી મુકેશ પટેલ

Gujarat Desk

૭૨મી ઓલ ઇન્ડિયા પોલીસ એક્વિટી ક્લસ્ટર ચેમ્પિયનશિપ ૨૦૨૪-૨૫નું આયોજન

Gujarat Desk

ભરૂચ માં શાળા સંચાલકો બન્યા બેફામ,ગાઈડ લાઇન ની કરી ઐસીતેસી

Karnavati 24 News

નવસારીમાં ડ્રેનેજનો ખાળકૂવો બનાવતા બે મજૂરો ફસાયા

Gujarat Desk

આરટીઈ એક્ટ હેઠળ વિદ્યાર્થીઓને પુસ્તકો અને ગણવેશ સહાય આપનારું ગુજરાત દેશનું સૌ પ્રથમ રાજ્ય: શિક્ષણ મંત્રીશ્રી ડૉ. કુબેર ડિંડોર

Gujarat Desk
Translate »