Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ટપાલ જીવન વીમા/ગ્રામીણ ટપાલ જીવન વીમાના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે સોનેરી તક



(જી.એન.એસ) તા. 30

પોસ્ટલ જીવન વિમના ડાયરેક્ટ એજન્ટ બનવા માટે ઈચ્છુક ઉમેદવારો માટે વોક ઇન ઈન્ટરવ્યું રાખવામાં આવ્યા છે. પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદ સીટી ડીવીઝનની યાદી મુજબ અમદાવાદ જિલ્લામાં પોસ્ટલ (ટપાલ) જીવન વીમાના કામ માટે ઉત્સાહી વ્યક્તિઓને ડાયરેક્ટ એજન્ટ તરીકે નિમણુક આપવાની છે. જે અંતર્ગત નીચેની શરતો પરિપૂર્ણ કરતા તેમજ રસ ધરાવતા ઈચ્છુક ઉમેદવારો આ ઈન્ટરવ્યુંમાં હાજર રહી શકે છે. આ ઈન્ટરવ્યું પ્રવર અધિક્ષક ડાકઘર અમદાવાદની કચેરી, સીટી ડીવીઝન, નવરંગપુરા હેડ પોસ્ટઓફિસ બિલ્ડિંગ, અમદાવાદ-09 ખાતે તારીખ 14/02/2025ના રોજ સવારે 11.00 કલાકથી નિર્ધારીત કરવામાં આવ્યા છે.

યોગ્ય લાયકાત ધરાવતા ઉમેદવારોએ અરજી કરવી. જેમાં BIO-DATA સાથે પાસપોર્ટ સાઈઝ ફોટો, ઉમરનું પ્રમાણપત્ર, શૈક્ષણિક લાયકાતનો દાખલો, વીમા ક્ષેત્રે અનુભવનો પુરાવા (જો હોય તો) અસલની સાથે ખરાઈ કરેલી નકલ લાવવાની રહેશે.

યોગ્યતાની શરતોઃ-

લાયકાત: ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ કેન્દ્ર સરકાર/રાજ્ય સરકાર માન્ય પરીક્ષા ઉતીર્ણ કરેલ હોવી જોઈએ.

ઉમર: ઓછામાં ઓછી 18 વર્ષ (વોક ઇન ઈન્ટરવ્યુંના દિવસે)

વર્ગો: બેરોજગાર/સ્વ-રોજગાર ધરાવતા યુવકો/પૂર્વ જીવન વીમા એજન્ટ/કોઈપણ વીમા કંપનીના પૂર્વ એજન્ટ/ માજી સૈનિક/આંગણવાડી કાર્યકરો/મહિલા મંડળના કાર્યકરો/ગ્રામ પ્રધાન/ગ્રામ પંચાયતના સભ્યો.

મહેનતાણું: સરકાર શ્રીના નિયમો અનુસાર કામકાજ મુજબ.

નોંધઃ કોઈ પણ અન્ય લાઈફ ઈન્સ્યોરન્સમાં કામ કરતા એજન્ટને પી.એલ.આઈ/આર.પી.એલ.આઈની એજન્સી મળવાપાત્ર નથી. 

संबंधित पोस्ट

નવસારીમાં હડકાયા કૂતરાઓનો આતંક : 4 દિવસમાં 70થી વધુ લોકોને બચકા ભર્યા

Gujarat Desk

દાહોદ જીલ્લા ના મુલાકાલે 20 એપ્રીલ ના રોજ PM ની મુલાકાત ના પગલે વહીવટ તંત્ર તૈયારી મા લાગ્યા

Karnavati 24 News

સુરતના સચિન GIDC વિસ્તારમાં કંપનીના ગેટ પર સૂતેલા બાળક પર એક ટેમ્પો ફરી વળતા તેનું ઘટનાસ્થળે જ મોત

Gujarat Desk

ગુજરાતમાં તમામ ગામડાઓમાં આંગણવાડી કેન્દ્રો કાર્યરત: મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસરિયા

Gujarat Desk

સુરતમાં બનશે દેશનું પહેલું બુલેટ ટ્રેન સ્ટેશન જેનો આકાર હીરા આકાર જેવો હશે …

Karnavati 24 News

ભરૂચ જિલ્લા ની પાંચ વિધાનસભા બેઠકો પર ભાજપ દ્વારા સેન્સ લેવાની પક્રિયા શરૂ કરાઇ

Admin
Translate »