Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધીનગર કલેકટરશ્રીના નેતૃત્વમાં માત્ર ભૂમાફિયાઓ જ નહીં, જિલ્લામાં ચાલતી ગેરકાયદેસર દરેક પ્રવૃત્તિ સામે જિલ્લા વહીવટી તંત્રએ બાંયો ચઢાવી


૦૧ જેસીબી મશીન તથા ૦૫ વાહનો મળી કુલ ૦૬ મશીન/વાહનોની આશરે કુલ ૧.૭૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો

(જી.એન.એસ) તા. 4

ગાંધીનગર,

ગાંધીનગર કલેકટર શ્રી મેહુલ કે. દવે દ્વારા જિલ્લામાં અવારનવાર ગેરકાયદે થઈ રહેલ રેતી ખનનની પ્રવૃત્તિ સામે લાલા આંખ કરવામાં આવી છે. જેના પરિણામે ભૂસ્તર તંત્રએ કડક કાર્યવાહી હાથ ધરી અત્યાર સુધીમાં  ગેરકાયદે થતાં સાદી રેતીની ચોરી અટકાવવા રાત દિવસ એક કર્યા છે. સાથે જ જિલ્લામાં ચાલતા આવા ગેરકાયદેસર કોઈ પણ કાર્યો કે પ્રવૃત્તિઓ સામે પણ કલેકટરશ્રીના નેતૃત્વમાં જિલ્લા વહીવટી તંત્રએ બાંયો ચઢાવી છે.

પરિણામે મળતી માહિતી મુજબ કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ કે.દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતાની ક્ષેત્રિય ટીમ દ્વારા બિનઅધિકૃત ખનિજ પ્રવૃત્તિને અંકુશમાં લાવવા, સઘન ચેકિંગની કામગીરી અન્વયે રોયલ્ટી ઇન્સ્પેકટર શ્રી દિવ્યાંત શિરોયા દ્વારા ગાંધીનગર જીલ્લાના દહેગામ તાલુકાના સુજાના મુવાડા ખાતે, છેલ્લા ૦૨ દિવસથી રાત્રીના સમયે સતત વોચ રાખવામાં આવતા  તા.૦૪/૦૩/૨૦૨૫ ના રોજ વહેલી સવારે આશરે ૦૪:૦૦ કલાકે સુજાના મુવાડા તા. દહેગામ જી.ગાંધીનગર ખાતે સાદીમાટી ખનિજનું ખોદકામ કરી વહન અન્વયે આકસ્મિક રેડ કરવામાં આવી હતી.જેમાં જે.સી.બી મશીન દ્વારા સાદી માટી ખનીજ ખોદકામ માટે તથા ડમ્પર  નં- GJ-09-AV-5587  દ્વારા સાદીમાટી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે. સદર બિનઅધિકૃત ખોદકામ કરેલ સાદીમાટી ખનિજના વિસ્તારના જથ્થાની માપણી કરી દંડકીય રકમની વસુલાત અંગેની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

વધુમાં સાદીરેતી ખનિજના બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર તથા ઓવરલોડ વહન કરતા કુલ ૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં પીંપળજ,ગાંધીનગર પાસેની પીંપળજ ચેકપોસ્ટ ખાતેથી  ડમ્પર નં GJ-18-BV-2270 માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા વધુ વહન કરતા,લવારપુર, ગાંધીનગર પાસેની શાહપુર ચોકડી ખાતેથી  ડમ્પર નં GJ-18-BV-7351 માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ વગર બિન અધિકૃત વહન કરતા તથા અમીયાપુર,ગાંધીનગર પાસેના તપોવન સર્કલ પાસેથી  ડમ્પર નં- GJ-03-BZ-3489 માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા અને રાંધેજા પાસેની ધૂંઘટ હોટલ પાસેથી  ડમ્પર નં- GJ-17-Xx-5559 માં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવ્યા છે.

આમ ૦૧ જેસીબી મશીન તથા ૦૫ વાહનો મળી કુલ ૦૬ મશીન/વાહનોની આશરે કુલ ૧.૭૫ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

 ઉપરોક્ત જપ્ત કરેલ વાહનો/મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

संबंधित पोस्ट

નવી મુંબઇની એક સ્કૂલના 16 વિદ્યાર્થી કોરોના સંક્રમિત, એકના પિતા કતારથી આવ્યા હતા

Karnavati 24 News

કચ્છ જિલ્લામાં છેલ્લા એક વર્ષમાં ૭,૪૨૪ હેક્ટરમાં રૂ. ૩,૬૫૦ લાખના ખર્ચે ૪૨૭.૫૮ લાખ રોપાઓનું વાવેતર કરાયું: વન અને પર્યાવરણ રાજ્ય મંત્રી શ્રી મુકેશભાઈ પટેલ

Gujarat Desk

રાજ્યમાં હાલની સ્થિતિએ સરદાર સરોવર સહિત ૨૦૭ જળાશયોમાં ૫૭ ટકાથી વધુ જળ સંગ્રહ : જળ સંપત્તિ મંત્રીશ્રી કુંવરજી બાવળીયા

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની પ્રેરક ઉપસ્થિતિમાં બ્યુરો ઓફ ઇન્ડિયન સ્ટાન્ડર્ડ – BIS નો ૭૮મો સ્થાપના દિવસ ઉજવાયો

Gujarat Desk

શહેરના રિંગરોડ સ્થિત સબજેલની જમીન ઉપર પાલિકાના નવા વહીવટી ભવનને રાજ્ય સરકારે મંજૂરીની મ્હોર મારી

Karnavati 24 News

“સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત’ અભિયાનના અસરકારક અમલીકરણ માટે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં સ્ટીયરિંગ કમિટીની રચના કરાઈ

Gujarat Desk
Translate »