આગામી 20 એપ્રિલ 2025ના રોજ પ્રિલીમ પરીક્ષા લેવાશે અને 20 સપ્ટેમ્બરથી મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવશે
(જી.એન.એસ) તા. 1
ગાંધીનગર,
GPSCની પ્રિલીમ અને મુખ્ય પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી હતી જેમાં વર્ગ 1,2 અને 3ની પરીક્ષાની તારીખો જાહેર કરવામાં આવી છે. આગામી 20 એપ્રિલ 2025ના રોજ પ્રિલીમ પરીક્ષા લેવાશે અને 20 સપ્ટેમ્બરથી મુખ્ય પરીક્ષાઓ લેવામાં આવશે.
ગુજરાત મુલ્કી સેવા વર્ગ-1 તથા ગુજરાત વહીવટી સેવા વર્ગ-1/2 ની પ્રિલિમ પરીક્ષાઓ 20 એપ્રિલ, 2025 નાં રોજ અને મુખ્ય પરીક્ષા 20, 21, 27, 28 સપ્ટેમ્બર-2025 નાં રોજ યોજાશે.
હિસાબી અધિકારીની પ્રિલીમ પરિક્ષા 6 જૂને લેવાશે તો મુખ્ય પરીક્ષા 10થી 17 ડિસેમ્બર દરમિયાન લેવામાં આવશે. રેન્જ ફોરેસ્ટ ઓફિસરની પ્રિલીમ પરીક્ષા 6 જૂને યોજાશે અને મુખ્ય પરીક્ષા 10થી 17 ડિસેમ્બર દરમિયાન લેવામાં આવશે. રાજ્ય વેરા નિરીક્ષક વર્ગ 3ની પ્રિલીમ પરીક્ષા 21 ડિસેમ્બરના રોજ યોજાશે અને તેની મુખ્ય પરીક્ષા 1થી 10 જૂન 2026માં લેવામાં આવશે. DYSO નાયબ માલતદારની પ્રિલીમ પરીક્ષા 7 સપ્ટેમ્બર યોજાશે. મુખ્ય પરીક્ષા ફેબ્રુઆરી 2026માં લેવામાં આવશે. પરીક્ષાને લઈ GPSC ચેરમેન હસમુખ પટેલે નિવેદન આપ્યું છે.