Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

પ્રત્યેક પરિવાર સ્વચ્છતાનો સંકલ્પ લે, શુભ દિવસોની ઉજવણી એક વૃક્ષ વાવીને કરે તો સમાજમાં મોટું યોગદાન થશે : રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજી


હિંમતનગરના ગઢોડા ગામે  રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીનું સ્વચ્છતા અભિયાન

સ્વચ્છતા દરેક ગામ અને શહેરના વિકાસમાં મહત્વનો ભાગ ભજવે છે : પ્રત્યેક વ્યક્તિ કચરો નહીં કરવાનો સંકલ્પ કરે

(જી.એન.એસ) તા. 11

હિંમતનગર, (જીતુ ઉપાધ્યાય ફોટો દક્ષ ભટ્ટ)

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગર તાલુકાના ગઢોડા ગામે આજે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની ઉપસ્થિતિમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ હિંમતનગરના ધારાસભ્ય શ્રી વિનેન્દ્રસિંહ ઝાલા, હિંમતનગર તાલુકા પંચાયતના અધ્યક્ષા ભૂમિકાબેન પટેલ, કલેક્ટર શ્રી લલિતનારાયણસિંહ સંધુ, સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારી શ્રી હર્ષદ વોરા, પ્રાયોજના વહીવટદારશ્રી કે. પી. પાટીદાર અને ગઢોડા ગ્રામ પંચાયતના સરપંચ શ્રી અશ્વિનભાઈ પટેલ સાથે પ્રતિકાત્મક સફાઈ કરી હતી. અન્ય પદાધિકારીઓ, અધિકારીઓ સહિત ગ્રામજનો પણ સ્વચ્છતા અભિયાનમાં જોડાયા હતા.

સફાઈ અભિયાન પછી ગઢોડાના ગ્રામજનો સાથે સંવાદ કરતાં રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, ભારતની સંસ્કૃતિ ગામડાની સંસ્કૃતિ છે.આપણી પ્રાચીન વ્યવસ્થાઓ ગામથી જ ચાલતી આવી છે. ગ્રામીણ સંસ્કૃતિ સમૃદ્ધની સાથે ઉન્નત છે. ગામડાઓ શહેરી વિસ્તારો કરતાં પાછળ ન રહે તે માટે ગામોમાં સ્વચ્છતા, પાણી, શાળા, હોસ્પિટલ અને. પશુઓની ઉત્તમ જાતો વિકસે, દૂધ ક્ષમતામાં વધારા સાથે ખેડૂતોની આવક વધે તે માટે માટે પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. ગામમાં રહેતા બાળકો વ્યસનમુક્ત રહી  સંસ્કારવાન અને શિક્ષિત બની આગળ વધે તે દિશામાં પ્રયાસો થઈ રહ્યા છે.

સ્વચ્છતા દરેક ગામ અને શહેરી વિસ્તારના વિકાસમાં અગત્યનો ભાગ ભજવે છે. ગામમાં જો ગંદકી હશે તો મચ્છર-માખીના ઉપદ્રવ સાથે રોગચાળો વધશે અને ગામનું  ધન દવાઓમાં ખર્ચાઇ જશે. જેનો ઉકેલ સ્વચ્છતા છે, એમ કહીને રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ કહ્યું હતું કે, દરેક ગામવાસીએ સંકલ્પ કરવો જોઈએ કે, ગંદકી નહીં ફેલાવીએ અને જે કોઈ ગંદકી ફેલાવશે તો તેને સાફ કરી દઈશું..’ આ સંકલ્પ થકી  બાળકો પણ વડીલોના રસ્તે ચાલશે. સ્વચ્છતાની સાથે વૃક્ષારોપણ અને પ્રાકૃતિક ખેતી તરફ પણ આગળ વધવું જોઇએ. દરેક ગામવાસી પોતાના પરિવારના શુભ દિવસની ઉજવણીમાં વૃક્ષ વાવવાનો સંકલ્પ કરે તો પર્યાવરણની જાળવણીમાં મોટું યોગદાન આપી શકાશે.

संबंधित पोस्ट

ઑક્સફેમ ઇન્ડિયાનો‘ઇન્ડિયા ઇનઇક્વિલિટી રિપોર્ટ મુજબ ડિજિટલ વિભાજનને કારણે મહિલાઓ, બેરોજગાર, ગ્રામજનો લેટેસ્ટ ટેક્નોલોજીથી મર્યાદિત રહી ગયાં

Admin

હરિયાણાના ૨૭ યુવાનો અંતર રાજ્ય યુવા આદાન પ્રદાન કાર્યક્રમ અંતર્ગત ગાંધીનગરની મુલાકાત લેશે

Gujarat Desk

ગુજરાતમાં જળસંચયને પ્રોત્સાહન આપવા ૫૦ લાખ હેક્ટર વિસ્તારને સૂક્ષ્મ સિંચાઈ હેઠળ આવરી લેવાશે: જળસંપત્તિ મંત્રી શ્રી કુંવરજીભાઈ બાવળીયા

Gujarat Desk

વિશ્વ જળ દિવસ: દુષ્કાળગ્રસ્ત ગુજરાત છેલ્લા અઢી દાયકામાં બન્યું જળ સમૃદ્ધ રાજ્ય

Gujarat Desk

ઝોનલ સ્તરે માર્કેટિંગ પ્રદર્શન અને ખાદી ફેશન શોનું આયોજન

Gujarat Desk

સુરેન્દ્રનગર જીલ્લા પોલીસ અને સુરક્ષા સેતુ સોસાયટી દ્વારા આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી નિમિતે કાર્યક્રમ યોજાયો

Karnavati 24 News
Translate »