Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરાતા એકજ અઠવાડિયામાં સતત ત્રીજીવાર ૦૯ વાહનો સહિત કુલ ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત



(જી.એન.એસ) તા.૨૧

ગાંધીનગર,

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન તા.૨૦/૦૧/૨૦૨૫ ના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત ઓવરલોડ વહન કરતા ૦૨ વાહનો જપ્ત કરવામાં આવેલ છે. જેમાં ગાંધીનગર જિલ્લાના ઉવારસદપાસેના કર્ણાવતી યુનિવર્સીટી પાસેથી  ડમ્પર નં- GJ-02-ZZ-1642 માં સાદીરેતી ખનીજનું રોયલ્ટી પાસ કરતા ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે. અને ગાંધીનગર પાસેના ઝુંડાલ સર્કલ પાસેથી  ડમ્પર નં- GJ-02-ZZ-8372 માં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ કરતા વધુ ઓવરલોડ બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવેલ છે. આમ, છેલ્લા ત્રણ દિવસમાં સાદીરેતી તથા સાદી માટી ખનિજના  બિનઅધિકૃત રોયલ્ટી પાસ વગર અને ઓવરલોડ વહન કરતા કુલ ૦૯ વાહનોની આશરે કુલ ૧.૮૦ કરોડનો મુદ્દામાલ જપ્ત કરી વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ,ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

संबंधित पोस्ट

ભાવનગર ખાતે રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતજીની પ્રાકૃતિક ખેતી કરતા પ્રગતિશીલ ખેડૂતો અને અધિકારીઓ સાથે સમીક્ષા બેઠક

Gujarat Desk

પાટીદારો પર થયેલા કેસ પરત નહી ખેચાય તો ભાજપને ચૂંટણીમાં ભારે પડશે: લાલજી પટેલ

Karnavati 24 News

અમદાવાદ પશ્ચિમ લોકસભાના સાંસદ ના અનુરોધ પર કેન્દ્રીય રેલ મંત્રીએ પ્રયાગરાજ જતી ટ્રેનમાં વધારાના કોચ ઉમેરાવ્યા

Gujarat Desk

આર્ય કન્યા ગુરુકુળ તપોભૂમિમાં ડો. સવિતાદીદી એન. મહેતા મ્યુઝિયમ અને વિશ્વ ગુર્જરી લાઇબ્રેરીનું નિર્માણ

Admin

મહેસાણામાં બૂટલેગરના સામ્રાજ્ય પર દાદાનું બુલડોઝર ફર્યુ, JCB વડે ગેરકાયદે બાંધકામ પર તવાઈ

Gujarat Desk

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2025-26નું 15001 કરોડનું બજેટ જાહેર થયું

Gujarat Desk
Translate »