Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

અમરેલીમાં પોસ્ટલ વિભાગ વિદેશી મોકલાતા પાર્સલ ઘર બેઠા કલેકશન કરશે

: અમરેલી પોસ્ટ વિભાગનાં પોસ્ટ માસ્ટરે એક યાદીમાં જણાવેલ છે કે,ભારતીય પોસ્ટ વિભાગ દ્વારા એક નવો અભિગમ શરૂ કરવા જઈ રહયા છીએ. મોબાઈલ પાર્સલ પિ-કપ વાન કે જે પરિવારનાં ભુલકાઓ તથા આત્મીયજનો પરદેશમાં વસી રહયા છે. તેઓને ભારત દેશમાંથી મોકલવામાં આવી રહેલ પાર્સલ ખુબજ વજનદાર અને ભારી ખમ અંદાજીત 19-ર0 કિલો સુધીનાં હોય છે.

તે પાર્સલ લોકોને પોસ્ટ ઓફિસ સુધી કોઈને કોઈ રીતે ઉચકીને લઈ આવવા પડતા હોય છે. જે અમો આપને ત્યાંથી લઈને બુકિંગ કરાવી આપશું. તેમજ ખાસ પીકપની વ્યવસ્થા માટેનો કોઈ અલગથી ચાર્જ લેવામાં આવતો નથી. સિવાયકે જો આપનાં દ્વારાપાર્સલ પેકિંગ કરેલનાં હોય તો તે પેકિંગ કરી આપવાનો લેબર ચાર્જ અલગથી આપવાનો રહેશે.

ત્યારબાદ અહીની પોસ્ટ ઓફિસની લાઈનમાં ઉભું રહેવું પડતું હોય છે. જેનાં કારણે લોકો વધારે થાક અનુભવતા હોય છે. તેમજ અન્ય કુરિયર કંપની કરતા ઘણું સસ્તુ રહેશે.વધુમાં જણાવેલ છે હવે અમે આપને કરી આપશું. આપને અમારા પોસ્ટ ઓફિસનાં અધિકારી પબ્લિક રીલેશન ઈન્સ્પેકટર / માર્કેટીંગ એકજયુકેટીવનો સંપર્ક કરવાનો રહેશે.

संबंधित पोस्ट

ગુજરાતની 144 મંડીઓ e-NAM પોર્ટલ પર સંકલિત થઈ, 8.69 લાખથી વધુ ખેડૂતો પોર્ટલ પર જોડાયા

Gujarat Desk

રાજ્યમાં “ગુજરાત સ્ટેટ એલાઈડ એન્‍ડ હેલ્થકેર કાઉન્‍સિલ” અમલમાં આવતા ગુજરાત રાજ્ય ફિઝિયોથેરાપી કાઉન્સિલ રદ્દ થશે

Gujarat Desk

રિસ્પોન્સ ટાઈમ ઘટાડીને રાજ્યની સુરક્ષા વ્યવસ્થાને વધુ મજબૂત બનાવવા ગુજરાત પોલીસનો ‘GP – DRASTI’ પ્રોજેક્ટ મહત્વપૂર્ણ સાબિત થશે: શ્રી વિકાસ સહાય

Gujarat Desk

સુરતમાં ગોડાદરા-ઉન વિસ્તારમાંથી બે મહિલા સહિત 11 બોગસ ડોક્ટર ઝડપાયા

Gujarat Desk

ઈન્ડિયન સ્કાઉટ & ગાઈડ ફેલોશીપ તથા ગુજરાત માનવાધિકાર પંચ દ્વારા સુરતમાં ગૃહ રાજ્યમંત્રીશ્રી હર્ષ સંઘવીની ઉપસ્થિતિમાં ‘રાષ્ટ્રીય યુવા દિવસની ઉજવણી અને ઈન્ટરનેશનલ યુથ એવોર્ડ સમારોહ’ યોજાયો

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીએ મુખ્ય સચિવ શ્રી પંકજ જોશીને ઉષ્માભેર આવકારીને શુભકામનાઓ પાઠવી

Gujarat Desk
Translate »