(જી.એન.એસ) તા. 24
અમદાવાદ,
અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલમાં બોગસ ઓપરેશનો મામલે પોલીસ દ્વારા કરવામાં આવી રહેલી તપાસમાં અનેક મોત ખુલાસા થવા પામ્યા છે, જેમાં આરોપી કાર્તિક પટેલને, ચિરાગ રાજપૂત અને રાહુલ જૈનની સાથે રાખી ક્રોસ પૂછપરછ કરતા અનેક મોત અને ચોકાવનારા ખુલાસા થયા છે. જેમાં કાર્તિક પટેલ ખ્યાતિ હોસ્પિટલમાં વધુ ધંધો લાવવા માટે ચિરાગ અને રાહુલને દબાણ કરતો હતો. અમદાવાદમાં નરોડા, સાબરમતી, ગોતા અને પૂર્વ વિસ્તારમાં બીજી ચાર નવી હોસ્પિટલ ખોલવાનું પ્લાનિગ કર્યું હતું. ખ્યાતિ હોસ્પિટલમાં પણ નવી હોસ્પિટલ માટે ખ્યાતિ મેડીકેર નામની કંપની ચાલુ કરી હતી. જેના ડાયરેકટર કાર્તિક પટેલ હતા.