અનેક હત્યાઓ થકી સત્તા મળી છે !
સત્તાપ્રાપ્તિ માટે ન કરવાના કામો સત્તાપક્ષે કર્યા છે. અનેક સામૂહિક હત્યાઓ થવા દીધી છે. ભયંકર નફરત અને ધૃણા ફેલાવવી પડી છે. હિન્દુ હ્રદયસમ્રાટ બનવા માટે અનેક ફેઈક એન્કાઉન્ટર કરવા પડ્યા છે ! ફેઈક એન્કાઉન્ટર કરનારા પોલીસ અધિકારીઓને લૂંટ કરવા મહત્વની પોસ્ટ પર મૂકવા પડ્યા છે.
26 વરસ અગાઉ, 22 જાન્યુઆરી 1999ની રાત્રે Orissaના Keonjhar જિલ્લામાં, Graham Staines અને તેમના બે દીકરાઓ Philip (9) અને Timothy (7)ને તેમના વાહનમાં, ‘જયશ્રી રામ’ના સૂત્રો પોકારતા ટોળાએ જીવતા લગાવી દીધાં હતાં.
સવાલ એ છે કે ગરીબોની સેવા કરતા Graham Stainesને આ સજા કરી તેથી રામજી રાજી થયા હશે? 7-9 વરસના બાળકોને જીવતા સળગાવનારને રાક્ષસ કહીએ તો તેમાં રક્ષસનું અપમાન નથી? આ અધમ કૃત્યનું નેતૃત્વ કરનાર પ્રતાપચંદ્ર સારંગીને સત્તાપક્ષે સંસદસભ્ય અને મિનિસ્ટર બનાાવ્યો ! હિન્દુ સંસ્કૃતિ ‘સહિષ્ણુ’ છે, હિન્દુ સંસ્કૃતિ ‘વસુધૈવ કુટુમ્બકમ’માં માને છે, એવો ગર્વ ક્યા આધારે કરીએ છીએ?
સત્તાપ્રાપ્તિ સેવાથી નથી મળી, અનેક હત્યાઓ થકી સત્તા મળી છે !