Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ગાંધીનગર કલેક્ટરશ્રી મેહુલ કે.દવેના નેતૃત્વમાં ભૂમાફિયાઓ સામે કડક કાર્યવાહી



(જી.એન.એસ) તા.૨૦

ગાંધીનગર,

કલેક્ટરશ્રી, ગાંધીનગર મેહુલ દવેના માર્ગદર્શન અને મદદનીશ ભુસ્તરશાસ્ત્રી પ્રણવ સિંહ ની સુચના હેઠળ ગાંધીનગર જીલ્લાના મદદનીશ ભુસ્તરશાસ્ત્રીની કચેરી, ભુસ્તર વિજ્ઞાન અને ખનિજ ખાતું ની ક્ષેત્રીય ટીમ દ્વારા કરવામાં આવતી સતત બિનઅધિકૃત ખનીજ ખનન, વહન અને સંગ્રહ અન્વયેની કામગીરી દરમ્યાન તા.૧૯/૦૧/૨૦૨૫ ના રોજ સાદીરેતી ખનિજના બિનઅધિકૃત વહન કરતા કુલ ૦૪ વાહનો જપ્ત કરવામાં આવ્યા છે. જેમાં ગાંધીનગર જિલ્લાના વલાદ પાસેથી  ડમ્પર નં. GJ-27-TD-7199માં સાદીરેતી ખનિજનું રોયલ્ટી પાસ વગર વહન કરતા  તથા, વૈષ્ણોદેવી સર્કલ ગાંધીનગર પાસેથી  ડમ્પર નં. GJ-24-X-5116 માં સાદીરેતી ખનિજના રોયલ્ટી પાસ વગર વહન કરતાં પકડી પાડવામાં આવ્યા છે, ઉપરાંત તા.૨૦/૦૧/૨૦૨૫ ના રોજ  ગાંધીનગર ઉવારસદ, કર્ણાવતી યુનિવર્સીટી પાસેથી  ડમ્પર નં- AS-02-DC-6128 માં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા તથા ડમ્પર નં- NL-07-AA-3817 માં સાદીરેતી ખનીજ રોયલ્ટી પાસ વગર બિનઅધિકૃત વહન કરતા પકડવામાં આવ્યા છે.એમ કુલ ૦૪ વાહનો/મશીનની આશરે કુલ ૦૧ કરોડનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ઉપરોક્ત જપ્ત કરેલ વાહનો/મશીનના વાહનમાલિકો વિરૂધ્ધ ગુજરાત મિનરલ (પ્રિવેન્શન ઓફ ઇલ્લીગલ માઇનીંગ, ટ્રાન્સપોર્ટેશન અને સ્ટોરેજ) નિયમો-૨૦૧૭ ના નિયમો હેઠળ દંડકીય કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

संबंधित पोस्ट

પરીક્ષા બહુવિધ પસંદગીના પ્રશ્નોના આધારે હશે: અલ્હાબાદ યુનિવર્સિટીની અંડરગ્રેજ્યુએટ ત્રીજા વર્ષની પરીક્ષા ઓનલાઇન

Karnavati 24 News

AC ના કોમ્પ્રેશરમાં બ્લાસ્ટ થતાં મુન્દ્રામાં સુર્યાનગરમાં એક ઘરમાં આગ લાગતા પિતા-પુત્રી નું કરૂણ મોત, માતાની હાલત ગંભીર

Gujarat Desk

કોંગ્રેસનું રાષ્ટ્રીય અધિવેશન અમદાવાદમાં સાબરમતી રિવર ફ્રન્ટ પર 8 અને 9 એપ્રિલે યોજાશે

Gujarat Desk

રાજકોટમાં મૃત પશુને દાટવાના બદલે થાય છે તેનો વેપાર: કોન્ટ્રાક્ટરએ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરી કર્યું માસનું વેચાણ

Karnavati 24 News

અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા બહેરામપુરા, દાણીલિમડાના વિવિધ વિસ્તારોમાં દબાણો હટાવવાની કામગિરી

Karnavati 24 News

સિવિલ હોસ્પિટલ માં ૨૪ કલાક માં ત્રણ અંગદાન, અંગદાનમાં કુલ ૦૯ અંગો અને ૪ આંખોનું દાન મળ્યું

Gujarat Desk
Translate »