Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાત

રાજકોટમાં મૃત પશુને દાટવાના બદલે થાય છે તેનો વેપાર: કોન્ટ્રાક્ટરએ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરી કર્યું માસનું વેચાણ

રાજકોટમાં મુત પશુઓને દાટવાના બદલે તેનું વેચાણ કરવાનું કૌભાંડ પોલીસે ગૌરક્ષકોની મદદથી પકડી પાડ્યું છે. જેમાં કોન્ટ્રાક્ટરએ કોન્ટ્રાક્ટની શરતોનો ભંગ કરી મૃત પશુઓને સોખડા ખાતે દાટવાના બદલે તેનું વેચાણ કરવાનું શરૂ કરી દીધું હતું જેમાં ગઈકાલે એક શખ્સ છકડો રિક્ષા માંસ અને ચામડા સાથે રાજકોટ તરફ જઇ રહ્યો હોવાની ગૌરક્ષકોને માહિતી મળી હતી. જેથી ગૌરક્ષકોએ કુવાડવા રોડ પોલીસને જાણ પોલીસે તેને દબોચી લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે.હિન્દુઓની ધાર્મિક લાગણી દુભાઈ તેવા આ હિનકક્ષાના કૃત્યથી સમગ્ર પંથકમાં રોષ ફેલાયો છે. મળતી માહિતી અનુસાર ગૌરક્ષકોએ કુવાડવા પોલીસને જાણકારી આપી હતી કે કોઈ શખ્સ સોખડા ખાતેથી છોકડો રિક્ષામાં પશુઓનું માંસ ભરી વેચવા જતો હોવાની માહિતી મળતા પોલીસ દ્વારા નવાગામ નજીક વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન માહિતી મુજબનો છકડો રિક્ષા પસાર થતા પોલીસે તેને અટકાવ્યો હતો. છકડો રિક્ષામાં શંકાસ્પદ માંસ અને ચામડું મળી આવતા ચાલક સહિત છકડો રિક્ષાને પોલીસ મથક લઇ જવાયો હતો. જ્યાં પોલીસે ચાલકની પૂછપરછ કરતા તે મૂળ લાલપુરના ધારાનગરનો અને હાલ મવડી ગામના આંબેડકરનગર-4માં રહેતો કલ્પેશ ગોવિંદ બગડા હોવાનું અને તે મરી ગયેલા ઢોર ઉપાડવાનું કામ કરતો હોવાનું જણાવ્યું હતું. બાદમાં છકડો રિક્ષાના પાછળના ભાગે રહેલો સામાન ચેક કરતા કંતાન નીચે રાખેલું ગૌમાંસ તેમજ ગાયનું ચામડું, ઇલેક્ટ્રિક વજન કાંટો, છરી, સળિયો, કુહાડી અને છકડો રિક્ષામાં ઢોર ચડાવવાનું લોખંડનું મશીન મળી આવ્યું હતું. બાદમાં પોલીસે એફએસએલના અધિકારી પાસે ખરાઇ કરાવતા તે ગૌમાંસ હોવાનું તેમજ ચામડું પણ ગાયનું હોવાનું જણાવ્યું હતું. જેનું વજન કરતા ગૌમાંસ 50 કિલો અને 10 કિલો ચામડું હોવાનું જાણવા મળ્યું હતું.આમ લાગણી દુભાય તેવી રીતે ગૌમાંસ અને ચામડાની હેરાફેરી કરતા કલ્પેશ બગડા પકડાયો હોય ગૌરક્ષક કુપાલ મુકેશભાઇ ગાલોરિયાએ ફરિયાદ નોંધાવતા પોલીસે પ્રાણીઓની સાચવણી અંગેના અધિનિયમની કલમો હેઠળ ગુનો નોંધ્યો છે. ઉલ્લેખનીય છે કે, મૃત પશુઓને સોખડા પાસે દાટી દઇ તેનો નિકાલ કરવાનો મહાનગરપાલિકાએ સોલિડ વેસ્ટ શાખાને કામગીરી આપી છે અને સોલિડ વેસ્ટ દ્વારા કૃણાલ કોન્ટ્રાક્ટરના વજુભાઇને આ કામગીરીનો કોન્ટ્રાક્ટ આપ્યો છે પરંતુ કોન્ટ્રાક્ટર શરતોનો ફોન કરી પશુઓના માસને દાટવાની જગ્યાએ તેનો વેચાણ શરૂ કરી દીધું હતું. જેથી પોલીસે હાલ તે દિશામાં પણ આગળની તપાસ હાથ ધરી છે. પરંતુ પોલીસને વધુ માહિતી કલ્પેશ ગોવિંદ બગડાના રિમાન્ડ બાદ મળી શકાશે તેવું માલુમ થઈ રહ્યું છે.

संबंधित पोस्ट

દેવભૂમિ દ્વારકાના સાત ટાપુઓ સંપૂર્ણ દબાણ મુક્ત કરાયા

Gujarat Desk

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ આજે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે કુંભમેળામાં જશે

Gujarat Desk

અમદાવાદ: બેવડી ઋતુના લીધે વાયરલ ઇન્ફેક્શનમાં ધરખમ વધારો! રાજ્યમાં કોરોનાના કેસ પણ 100ને પાર, જાણો ડોક્ટર્સે શું આપી સલાહ?

Karnavati 24 News

અમદાવાદ ના મેમનગરમાં બેફામ કારચલકે એક સાથે 5-6 વાહનોને અડફેટે લીધા; 2 લોકો ઇજાગ્રસ્ત

Gujarat Desk

ગાંધીનગર ખાતે ‘અખિલ ભારતીય મુલ્કી સેવા તરણ સ્પર્ધા, ૨૦૨૪-૨૫’ નો ઉદ્ઘાટન સમારોહ યોજાયો

Gujarat Desk

વડોદરામાં આવતા પાદરમાં હોમગાર્ડ જવાન જોડે ગેરવર્તણુંક કરનારને ગણતરીના કલાકોમાં ઝડપી લેવાયો

Gujarat Desk
Translate »