Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अन्य

કોંગ્રેસે આદિવાસી સમાજનું અહીત કરનાર તરુણ પટેલને વિપક્ષના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ, વાલોડ તાલુકા પંચાયતના કારોબારી અધ્યક્ષ જયનાબેન ગામીતે શા માટે કહ્યું ?? વિગતવાર જાણો

 

વાલોડ તાલુકા પંચાયતમાં કોંગ્રેસના ચૂંટાયેલા ૭ સભ્યોએ સંયુકત સહીથી તરુણ પટેલના લેટરપેડ પર તાલુકા પંચાયતના કામો અંગે ૧૩  જેટલી અરજીઓ કરી હોય તેમાંથી ત્રણ સભ્યોએ આજરોજ ટીડીઓને અરજી કરી જણાવ્યું કે,સંયુક્ત  સહીથી આપેલ  અરજી બાબતે તેઓને કઈ લેવા દેવા નથી.
 
કોંગ્રેસના સભ્યોએ ટીડીઓને આપેલ અરજીમાં જણાવ્યા અનુસાર,યોજનાકીય કામોની તપાસ કરતા કામો યોગ્ય રીતે અને સરકારશ્રીની માર્ગદર્શિકા અનુસાર થયેલ હોવાથી વિરોધ કરવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો.પંચાયત વિરુદ્ધ પક્ષના નેતા રાજકીય હાથો બનીને કારોબારી અધ્યક્ષ જયનાબેન સંજયભાઈ ગામીતને માત્ર બદનામ કરવાના હેતુથી કરેલા તમામ આક્ષેપો ખોટા થયા છે અને વિકાસના કામોમાં ગેરરીતી થઈ હોવાના આક્ષેપો પણ ખોટા છે. તેમજ સમાજ અને વિસ્તારના કામો કરવા માટે શાસક પક્ષ સાથે તાલમેલ કરવો જરૂરી છે. દર વખતે વિરોધ કરીને વિકાસના કામોમાં અડચણ ઊભી કરવી યોગ્ય નથી.

આ બાબતે કારોબારી અધ્યક્ષ જયનાબેન ગામીતે જણાવ્યું હતું કે, કોંગ્રેસના ત્રણ સભ્યના વિપક્ષના નેતાના આક્ષેપો માંથી પોતાને કઈ લેવાદેવા નથી એવું જણાવી રહ્યા છે. એના પરથી સાબિત થાય છે કે, તરુણ પટેલ હરહંમેશ આદિવાસી સમાજની મહિલાનું અને આદિવાસી સમાજનું અપમાન કરતા આવ્યા છે, તરુણ પટેલ આદિવાસી વિરોધી માનસિકતા ધરાવનાર વ્યક્તિ છે, તેથી કોંગ્રેસે આવા આદિવાસી સમાજનું અહીત કરનાર તરુણ પટેલને વિપક્ષના હોદ્દા પરથી દૂર કરવા જોઈએ.

संबंधित पोस्ट

ગુજરાતની મીડિયા ટેક કંપની ‘ન્યૂઝરીચ’ની વધુ એક સિદ્ધિ : ‘‘ગ્રોથ એક્સિલરેશન પ્રોગ્રામ 4 આઈ’’માં દેશના ટોપ-15 સ્ટાર્ટઅપ્સમાં સ્થાન પ્રાપ્ત કર્યું, એવોર્ડ વિનિંગ રૂપિયા 1 કરોડનું ફંડ મેળવ્યું

Admin

નવ વર્ષ પછી પણ ન્યાય ન મળ્યો તો ભાજપ નેતાની 91 વર્ષીય માતા પહોંચી હાઈકોર્ટ, જજે આપ્યો આ આદેશ

Admin

મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ની ઉપસ્થિતિમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના વાર્ષિક સ્નેહમિલન સમારોહ

Karnavati 24 News

जबरन जनसंख्या नियंत्रण के गंभीर परिणाम होंगे- विदेश मंत्री एस जयशंकर

NEET UG 2022: NEET UG के लिए आवेदन करने की आखिरी तारीख 15 मई है, जरूरी दस्तावेज और आवेदन शुल्क के लिए यहां क्लिक करें।

दिल्ली में धने कोहरे की चादर, 3 फ्लाईट हुई डायवर्ट, 15 फ्लाईट लेट

Admin
Translate »