(જી.એન.એસ) તા.૧૭
ભુજ,
મુન્દ્રાથી ટ્રેન મારફતે દિલ્હી તરફ ગયેલા ત્રણ કન્ટેનરને જામનગર ડી.આર. આઇ. ની ટીમે રોકીને તેમાંથી અઢી કરોડની સોપારીનો જથ્થો ઝડપી પાડયો હતો.પ્રોસેસ ઓઇલ જાહેર કરીને તેમાં સોપારી મોકલવામાં આવી હતી સૂત્રોના જણાવ્યા પ્રમાણે દુબઇથી ત્રણ કન્ટેનર મુન્દ્રા પોર્ટ પર આવ્યા હતા જ્યાંથી ત્રણ કન્ટેનર દિલ્હીની પેઢીને રવાના કરવામાં આવ્યા હતા આ ત્રણ કન્ટેનરમાં સોપારી છે તેવી બાતમી જામનગર ડી.આર .આઈની ટીમને મળતા તુગલખાબાદ પાસેથી આ કન્ટેનર ચેક કરતા તેમાંથી ૩૫ ટન પ્રતિબંધિત સોપારી જેની કિંમત અઢી કરોડ થવા જાય છે આ જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે દિલ્હીની જે પેઢીએ મંગાવ્યો છે તેની પૂછપરછ હાથ ધરવામાં આવશે. હાલ આ કેસમાં તમામ પાસા તપાસવામાં આવી રહ્યા છે . ઉલ્લેખનીય એ છે કે મુન્દ્રા પોર્ટથી અગાઉ પણ સોપારીનો જથ્થો ઝડપાઇ ચુક્યો છે ત્યારે આ સમગ્ર કામગીરીમાં મોટા માથાઓ સક્રિય બન્યા છે તે એક હકીકત છે