Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કપડવંજમાં બંધક બનાવ્યા બાદ ડ્રાઈવરની હત્યા કરી કન્ટેનરમાંથી રૂ.2.85 લાખની લૂંટ થયું



(જી.એન.એસ) તા.૧૭

કપડવંજ,

કપડવંજ તાલુકાના લાડવેલપાખિયા રોડ પર મલકાણા ગામ પાસે આવેલી એક હોટલના પાર્કિંગમાં ઉભા રહેલા ટ્રકમાંથી એક આધેડના હાથપગ બાંધી, મોઢાના ભાગે ગંભીર ઈજાઓ પહોંચેલી, હત્યા કરાયેલી હાલતમાં લાશ મળી આવી હતી. તેમજ ટ્રકમાંથી રૂ..૮૫ લાખની કિંમતના પંખાની લૂંટ ચલાવવામાં આવી હતી. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સ સામે ગુનો નોંધ્યો હતો. તેમજ સ્થાનિક પોલીસ ઉપરાંત ડીએસપી, ડીવાયએસપી, એફએસએલ, ડોગ સ્ક્વોડ, એલસીબી સહિત કુલ સાત ટીમોએ લૂંટ કરી હત્યા કરનારા શખ્સનું પગેરૂં મેળવવા તપાસ હાથ ધરી છેકપડવંજ તાલુકાના લાડવેલપાખિયા રોડ પર મલકાણા ગામ નજીક આવેલી મહાકાળી દાળબાટી હોટલના પાર્કિંગમાં ગત બુધવારે હરિયાણાની પાસિંગનું એક કન્ટેનર પડયું હતું. જેમાં તપાસ કરતા એક આધેડનો મૃતદેહ મળી આવ્યો હતો. આ બનાવ અંગે રાજસ્થાનના ડુંગરપુરમાં રહેતા રાજુ મેઘાજી લખાનાએ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથકે નોંધાવેલી ફરિયાદ મુજબ, મૃતકનું નામ દેવેન્દ્રસીંગ ઉર્ફે કાલા નિરંજનસીંગ હતું. તે કન્ટેનર ટ્રકમાં ખાનગી કંપનીના પંખા ભરીને જઈ રહ્યો હતો. દરમિયાન કપડવંજના મલકાણા ગામ નજીક મહાકાળી હોટલના પાર્કિંગમાં બુધવારની મોડી રાત્રે ટ્રક ઉભી રાખી હતી. ત્યારે કોઈ અજાણ્યા શખ્સે ટ્રકમાં રહેલા પંખાની લૂંટના ઈરાદે મોડી રાત્રે સવા બે વાગ્યાથી બપોરે અઢી વાગ્યાના સમયગાળા દરમિયાન ડ્રાઈવર સીટની પાછળના ભાગે દેવેન્દ્રસીંગના બંને હાથપગ બાંધી દઈને મોઢાના ભાગે હોઠ ઉપર ગંભીર ઈજાઓ કરીને મોત નિપજાવ્યું હતું. તેમજ ટ્રકમાં રહેલા રૂ.,૮૫,૧૨૦ની કિંમતના પંખાના ૨૪ બોક્સની લૂંટ કરી નાસી છુટયો હતો. આ બનાવની જાણ થતાં કપડવંજ ગ્રામ્ય પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ અંગે કપડવંજ ગ્રામ્ય પોલીસે અજાણ્યા શખ્સ સામે લૂંટ અને હત્યાનો ગુનો દાખલ કર્યો હતો. તેમજ કપડવંજ ગ્રામ્ય પોલીસ મથક, ડીએસપી, ડીવાયએસપી, એફએસએલ, ડોગ સ્ક્વોડ, એલસીબી સહિત કુલ સાત ટીમોએ લૂંટ કરી હત્યા કરનારા શખ્સનું પગેરૂં મેળવવા તપાસ હાથ ધરી છેઆધેડનું ગળું દબાવીને હત્યા નીપજાવી હોવાનું પ્રાથમિક અનુમાન સેવાઈ રહ્યું છે. જોકે, એફએસએલના રિપોર્ટ બાદ જ મોતનું કારણ જાણવા મળશેકપડવંજના ગ્રામ્ય વિસ્તારમાં મુખ્ય રોડ પરની હોટલના કમ્પાઉન્ડમાં ટ્રકમાંથી હત્યા કરેલી આધેડની લાશ મળી આવતા સ્થાનિક પોલીસની કામગીરી સામે સવાલો ઉઠયા છેપોલીસના રાત્રિ પેટ્રોલિંગના દાવા પોકળ સાબિત થયા હોવાના આક્ષેપ ઉઠયાં છે

संबंधित पोस्ट

જૂનાગઢના મેંદરડામાં મેઘરાજાએ ભૂક્કા બોલાવ્યા; 2 કલાકમાં 8 ઈંચ વરસાદ 

Gujarat Desk

ધો. 10ની વિદ્યાર્થીની પર દુષ્કર્મ આચરનાર શિક્ષકને ઝડપી પાડતી હિંમતનગર ગ્રામ્ય પોલીસ

Gujarat Desk

સ્થાનિક રોજગારમાં મોટો વધારો: મહારાષ્ટ્ર સરકારે જિલ્લા બેંકોમાં 70% નોકરીઓ સ્થાનિકો માટે અનામત રાખી

Gujarat Desk

રેકોર્ડ તેજી વચ્ચે ભારતમાં સોનાની માંગ ૨૩% વધી…!!

Gujarat Desk

હવે ભાવનગર ટર્મિનસથી હૈદરાબાદ સુધી ‘સાપ્તાહિક સમર સ્પેશિયલ ટ્રેન’

Gujarat Desk

12Bet Cellular Software 2025: Obtain the newest Android apk & ios Version

Gujarat Desk
Translate »