Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

કમલમ પાસે સર્વિસ રોડ ઉપર કારની અડફેટે મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું



(જી.એન.એસ) તા.૧૦

ગાંધીનગર,

ગાંધીનગર શહેર નજીક કોબાના કમલમ પાસે ગઈકાલે બપોરમાં સમયે મોપેડ ઉપર જઈ રહેલા વૃદ્ધને કાર ચાલકે અડફેટે લેતા શરીરે ગંભીર ઇજાઓને કારણે તેમનું મોત થયું હતું. જે ઘટના સંદર્ભે ઇન્ફોસિટી પોલીસે ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. ગાંધીનગર શહેર તેમજ આસપાસના વિસ્તારમાં અકસ્માતની ઘટનાઓ વધી રહી છે ત્યારે કોબા પાસે સર્જાયેલા વધુ એક અકસ્માતમાં મોપેડ સવાર વૃદ્ધનું મોત થયું હતું. જે ઘટના અંગે પોલીસ સૂત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે અમદાવાદના ન્યુ રાણીપ આકાશ રેસીડન્સીમાં રહેતા તેજશભાઇ નાગરભાઇ પટેલે ફરિયાદ નોંધાવી હતી કે તેઓ ઘરેથી કૃષિ ટ્રાવેલ્સ ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે. તેમના માતાપિતા છેલ્લા પાંચ- છ વર્ષથી ગાંધીનગર કોબા ખાતે રહે છે. ગઈકાલે તેજસભાઈ ઘરે હાજર હતા. તે વખતે તેમના પિતા નાગરભાઇ પટેલનાં ફોન ઉપરથી કોઈ અજાણ્યા વ્યક્તિએ ફોન કરીને જાણ કરી હતી કે તેમના પિતાને અકસ્માત થયો છે.જેઓને ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ૧૦૮ એમ્બ્યુલન્સ મારફતે લઈ આવવામાં આવ્યા છે. જેનાં પગલે તેજસભાઈ તેમના મિત્ર સાથે માતાને લઈને તાત્કાલિક ગાંધીનગર સિવિલ દોડી ગયા હતા. જ્યાં ફરજ પરના તબીબે નાગરભાઈને મૃત જાહેર કર્યા હતા. ત્યારે અકસ્માત બાબતે તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે, નાગરભાઇ મોપેડ લઈને ઘરેથી કામ અર્થે નીકળ્યા હતા. દરમ્યાન કોબાથી કમલમ તરફ સવસ રોડ પર કારના ચાલકે પોતાની કાર પૂર ઝડપે હંકારીને મોપેડને ટક્કર મારી હતી. આ અકસ્માતમાં ગંભીર ઈજાઓ થવાથી તેમનું મોત નીપજ્યું હતું. આ અંગે હાલ ઇન્ફોસિટી પોલીસ દ્વારા કારના ચાલક સામે ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૃ કરવામાં આવી છે.

संबंधित पोस्ट

કાળને કોણ રોકી શકે ? ઓલપાડ ટેક્સટાઇલ યુનિટમાં કામ કરતો યુવક પરત ફરતો અને કન્ટેનરચાલકે અડફેટે લેતા મોતને ભેટ્યો

Karnavati 24 News

યુસીસી માટે લોકોનાં સૂચનોને ધ્યાનમાં લેવાશે: યુસીસી  સમિતિનાં અઘ્યક્ષ ન્યાયમૂર્તિ રંજના દેસાઈ

Gujarat Desk

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ આપેલો ‘ખેલ મહાકુંભ’નો વિચાર આજે વટવૃક્ષ બની ચૂક્યો છે: રમત ગમત મંત્રી શ્રી હર્ષ સંઘવી

Gujarat Desk

તા. ૮ અને ૯ ફેબ્રુઆરીના રોજ સેક્ટર 11 રામકથા મેદાન ખાતે દ્વિ-દિવસીય ‘મિલેટ એકસ્પો-૨૦૨૫’ યોજાશે

Gujarat Desk

અમદાવાદ શહેરનાં ઓઢવ બ્રિજ નીચે ટ્રાફિક પોલીસ દ્વારા ડીટેઈન કરેલ વાહનોમાં આગ લાગવાની ઘટના

Gujarat Desk

રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીના અધ્યક્ષપદે આજે રાજભવનમાં કૃષિ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ અને આદિજાતિ વિકાસ મંત્રી શ્રી ડૉ. કુબેરભાઈ ડીંડોરની ઉપસ્થિતિમાં કૃષિ વિભાગ અને આદિજાતિ વિકાસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે રાજ્યકક્ષાની સમીક્ષા બેઠક યોજાઈ

Gujarat Desk
Translate »