Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
ગુજરાતપ્રદેશસ્થાનિક સમાચાર

ધોળા માર્કેટ યાર્ડ ખાતે કપાસની ખરીદી માટે સી.સી.આઈ. કેન્દ્રનો શુભારંભ કરાવતા કેન્દ્રીય મંત્રી શ્રીમતી નીમુબેન બાંભણીયા



(જી.એન.એસ) તા.૪

ભાવનગર,

ઉમરાળા તાલુકાના ધોળા ગામે આવેલ માર્કેટ યાર્ડ ખાતે કેન્દ્રીય મંત્રી શ્રીમતી નિમુબેન બાંભણીયા નાં વરદ હસ્તે કપાસની ખરીદી માટે સી.સી.આઈ.કેન્દ્રનો શુભારંભ કરાવ્યો હતો. સાથે સાથે આ તકે ઉપસ્થિત ખેડૂતો સાથે પણ મંત્રીશ્રીએ સંવાદ કરી જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું.આ તકે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં ખેડૂતોની સ્મૃદ્ધિ એ સરકારની મુખ્ય પ્રાથમિકતા છે. ઉમરાળાના ખેડૂતોની સુવિધા માટે ધોળા માર્કેટ યાર્ડમાં કપાસ ખરીદ કેન્દ્ર શરૂ કરવામાં આવી રહ્યું છે. ભારત સરકારના સી.સી.આઇ. દ્વારા અપાયેલ આ ખરીદ કેન્દ્રથી આશરે ૩૪,૦૦૦ જેટલા ખેડૂતોને ફાયદો મળશે. આ વિસ્તારમાં મોટાભાગના ખેડૂતો કપાસની ખેતી કરે છે, ત્યારે ધોળા માર્કેટ યાર્ડમાં જ ખરીદ કેન્દ્ર ખૂલવાથી ખેડૂતો ઘર-આંગણે કપાસ વેચી શકાશે .ખેડૂતોને MSP ઉપર કપાસ વેચવા માટે હવે સુવિધા રહેશે.તેમણે વધુમાં ઉમેર્યું કે, અહીંના ખેડૂતોની માંગણીને ધ્યાને લઈ ધોળા ખાતે CCI-ખરીદ કેન્દ્ર મંજૂર કરવા બદલ કેન્દ્રિય મંત્રીશ્રી ગિરિરાજસિંઘજીનો આભાર વ્યક્ત કર્યો હતો. ખેડૂતોની સુવિધા માટે બનેલું આ કેન્દ્ર “સૌનો સાથ, સૌનો વિકાસ અને સૌનો વિશ્વાસ” ના મંત્રને સાકાર કરી રહ્યું છે.આ તકે ગઢડાના ધારાસભ્યશ્રી શંભુનાથજી ટુંડીયા, શ્રી પેથાભાઈ આહીર, શ્રી પ્રતાપભાઈ આહીર તથા ઉમરાળામાં તાલુકા પ્રમુખ રોહિતભાઈ બગદરિયા સહિતના પદાધિકારીઓ, અધિકારીઓ અને મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યાં હતાં.

संबंधित पोस्ट

વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ નિમિત્તે આગામી 8 માર્ચના રોજ નવસારી ખાતે યોજાશે ‘લખપતિ દીદી સંમેલન’

Gujarat Desk

રાષ્ટ્રીય રક્ષા યુનિવર્સિટીએ બેંગલુરુમાં મીડિયા સાથે જોડાણ કરી કાર્યકારી વ્યાવસાયિકો માટે પ્રથમ હાઈબ્રિડ પ્રોગ્રામ ‘માસ્ટર્સ ઈન ફાઈનાન્સિયલ એન્ડ ઈકોનોમિક ક્રાઈમ્સ’ (MFEC)નો પ્રારંભ કર્યો

Gujarat Desk

પશુપાલન અને પ્રાણી કલ્યાણ અંગેની જાગૃતિ માટે રાજ્યભરમાં  આગામી તા.૧૩ માર્ચ ૨૦૨૫ સુધી “પ્રાણી કલ્યાણ પખવાડીયું-૨૦૨૫” ઉજવાશે

Gujarat Desk

માતાપિતા માટે લાલબત્તી સમાન કિસ્સો, મોબાઈલ છીનવી લેતા પુત્રીએ આપઘાત કર્યો

Gujarat Desk

 અદાણીએ CNGના ભાવમાં 2 રૂપિયાનો કર્યો વધારો

Karnavati 24 News

કોંગ્રેસે એક એવો શહેર પ્રમુખ બનાવ્યો, જેનો એક દીકરો સપામાં છે અને બીજો ભાજપમાં: આલોક મિશ્રા

Gujarat Desk
Translate »