(જી.એન.એસ) તા.૩
જૂનાગઢ,
તપાસમાં આ દારૂ લખન ચાવડા અને જયેશ ચાવડાનો દારૂ હોવાનું સામે આવ્યું જૂનાગઢના મખિયાલા ગામની સીમમાં એ વન ઈન્ડસ્ટ્રિઝ ઝોનના એક ગોડાઉનમાં દારૂનો જથ્થો રાખ્યો હોવાની માહિતીને આધારે સ્ટેટ મોનિટરીંગ સેલ ના અધિકારીઓે દરોડો પાડ્યો હતો. જેમાં પોલીસે જૂનાગઢના નામચીન બુટલેગર સહિત ચાર શખ્સો સામે ગુનો નોંધ્યો હતો. પોલીસે અહીંથી રૂ. 10,11,014 ની કિંમતની 1799 દારૂની બોટલો કબજે કરી હતી. તપાસમાં આ દારૂ લખન ચાવડા અને જયેશ ચાવડાનો દારૂ હોવાનું સામે આવ્યું છે. આરોપીઓએ દારૂનો જથ્થો છુપાવવા માટે ગોડાઉન ભાડે રાખ્યું હતું. અશ્વિન રાવલીયા નામના શખ્સે ગોડાઉન ભાડે રાખ્યું હોવાનું બહાર આવ્યું છે. તે સિવાય પ્રદુષણ વિભાગમાં ફરજ બજાવતા રાજેશ ચૌહાણનું ગોડાઉન હોવાનું ખુલ્યું છે. પોલીસે લખન એમ.ચાવડા, આભા ઉર્ફે જયેશ એમ.ચાવડા, અશ્વિન એસ.રાવલીયા તથા દારૂનો જથ્થો મોકલનારા ચાર શખ્સો સામે ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે.