અમદાવાદ શહેર વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ વધુ સુદ્રઢ બને તથા શહેર કક્ષાએ પોલીસ વિભાગને લગત પ્રજાના પ્રશ્નોનો ઝડપથી નિકાલ થાય તથા શહેરની જનતાને સ્પર્શતા વિવિધ સામાન્ય પ્રશ્નોના ઉકેલ માટેની ચર્ચા-વિચારણા સ્થાનિક રીતે વધુ અસરકારક અને કાર્યક્ષમ રીતે થઈ શકે તે હેતુસર અમદાવાદ શહેર પોલીસ સંકલન સમિતીની બેઠકનું તા.૨૭/૧૨/૨૦૨૪ ના રોજ મે.પોલીસ કમિશનર શ્રી જી.એસ.મલિક નાઓની અધ્યક્ષતામાં યોજાયેલ. જેમાં અમદાવાદ શહેરના લોક પ્રતિનિધિઓ તથા શહેર પોલીસના ઉચ્ચ અધિકારીશ્રીઓ હાજર રહેલ. મિટીંગમાં ઉપસ્થિત માનનીય સાંસદ સભ્યશ્રીઓ તથા માનનીય ધારાસભ્યશ્રીઓ દ્વારા લોકોને સ્પર્શતા હોય તેવા મહત્વના મુદ્દાઓ, અરજીઓ તથા ટ્રાફીક અંગેના પ્રશ્નો અને ઉપસ્થિત અધિકારીશ્રીઓ દ્વારા તેના સંભવિત ઉકેલ અંગે ચર્ચા કરવામાં આવેલ. પ્રજાના પ્રશ્નોનો નિકાલ ભવિષ્યમાં પણ ઝડપથી થાય તે હેતુસર આ પ્રકારની મિટીંગ નિયમિત થાય તે માટે પ્રયાસ હાથ ધરવામાં આવશે.
#AhmedabadPolice #gujaratpolice #ahmedabadcity #અમદાવાદપોલીસ #ગુજરાતપોલીસ #અમદાવાદ #ahmedabad