ડીસા ઓમકાર સોસાયટીમાં નંગરપાલિકા દ્વારા નવિન રોડ નું ખાતમુહૂર્ત કાર્યક્રમ સાથે ગોગા મહારાજના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…
ડીસા હાઈવે પર આવેલ મોઢેશ્વરી સોસાયટીમાં આવેલ ઓમકાર સોસાયટીમાં આજરોજ ચુંટાયેલા સદસ્યોના હસ્તે નવિન રોડ બનાવાની કામગીરી નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું જેમાં મોટીસંખ્યામાં ઓમકાર સોસાયટીના રહીશો ઉપસ્થિત રહ્યા હિન્દુ સંસ્કૃતિ મુજબ શાસ્ત્રી જી દ્વારા મંત્રોચ્ચાર સાથે રોડનું ખાતમુહૂર્ત કરાયું હતું સાથે-સાથે ઓમકાર સોસાયટીના રહીશો દ્વારા તૈયાર કરવામાં આવેલ ગોગા મહારાજના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો ઉપસ્થિત સહુ મહેમાનો દ્વારા ગોગા મહારાજના મંદિરે હવનમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી મોટીસંખ્યામાં સોસાયટીના રહીશો દ્વારા ગોગા મહારાજના મંદિરે પુજા અર્ચના કરી ગોગા મહારાજની મૂર્તિઓની સ્થાપના કરી આરતી ઉતારી પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં લાભ લીધો હતો જ્યારે ગોગા મહારાજના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત આજે મેધરાજાએ પણ એન્ટ્રી કરી હતી અને ડીસા પંથકમાં ભારે ઉકળાટ બાદ વરસાદનું આગમન થતાં ગરમીમાંથી રાહત મળી હતીડીસા ઓમકાર સોસાયટીમાં નંગરપાલિકા દ્વારા નવિન રોડ નું ખાતમુહૂર્ત કાર્યક્રમ સાથે ગોગા મહારાજના મંદિરની પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો…