Karnavati 24 News
તાજા સમાચાર
ताजा समाचार
अपराध

ફરી એક વખત બંગાળી કારીગરે ચોરી કરી: રાજકોટના પેલેસ રોડ પર આવેલ પેઢીમાંથી ૧૫ લાખનું સોનું ચોરાયું

રાજકોટમાં ચોર , ગઠીયા અને લૂંટારાનો ઉપદ્રવ વધી ગયો હોય તેમ લાતી પ્લોટમાં પરિવારની ઉંઘમાં ખલેલા પાડયા વિના રુા.1.75 લાખની ચોરી બાદ પેલેસ રોડ પર આશાપુરા મંદિર નજીક આવેલા રાજશ્રૃગીં એપાર્ટમેન્ટના ત્રીજા માળે આવેલા એસ.એમ.ઓર્નારમેન્ટ નામની પેઢીમાંથી રુા.15 લાખની કિંમતનું સોનું ચોરાયાની પોલીસમાં જાહેરાત થઇ છે. એ ડિવિઝન પોલીસે ચાર બંગાળી કારિગરની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે. આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મવડી વિસ્તારમાં રહેતા મોયુદીન ઉર્ફે રાજીવ અને અન્ય ચાર બંગાળી કારિગરો પેલેસ રોડ પર રાજશ્રુંગી એપાર્ટમેન્ટના ત્રીજા માળે સોનું ઓગાળવાનું કામ કરે છે. ગતરાતે પાંચય ઘરે ગયા બાદ સવારે પેઢીની તિજોરીમાં રુા.15 લાખની કિંમતનું 400 ગ્રામ સોનું જોવા મળ્યું ન હતું. મોયુદીન ઉર્ફે રાજીવે રુા.15 લાખના સોનાની ચોરી અંગે એ ડિવિઝન પોલીસમાં જાહેરાત કરતા પી.આઇ. કે.એન.ભુકણ, પી.એસ.આઇ. વાઘેલા, એએસઆઇ મહેશભાઇ લુવા, ભરતસિંહ ગોહિલ અને અશ્ર્વિનભાઇ સહિતના સ્ટાફે પેઢીમાં કામ કરતા ચાર બંગાળી કારિગરની અટકાયત કરી પૂછપરછ હાથધરી છે. પેઢીનું તાળુ તુટયુ નથી અને તિજોરીમાંથી 400 ગ્રામ સોનાની થયેલી ચોરીમાં જાણભેદુની જ સંડોવણી હોવાની શંકા સાથે પોલીસ દ્વારા સઘન તપાસ હાથધરવામાં આવી છે તેમજ પેઢી આજુ બાજુના સીસીટીવી ફુટેજ મેળવવામાં આવ્યા છે.

संबंधित पोस्ट

વડોદરા: પાદરામાં ધો.9માં વિદ્યાર્થીનું બે મોટરસાઇકલ સવારોએ અપહરણ કર્યું, કેનાલમાં ફેંક્યો, બૂમો સાંભળી ખેડૂતે બચાવ્યો

Karnavati 24 News

લગ્ન પ્રસંગમાં ગયેલ ડોકટરને જમવાના બદલે ફડાકા ખાવા પડયા: એક શખ્સ સામે ગુનો નોંધાવ્યો

Admin

વડોદરા: પાદરાના સેજાકૂવા ગામમાં ધોળા દિવસે તસ્કરો ત્રાટક્યા, બંધ મકાનનું તાળું તોડી રૂ.4.40 લાખની મતા ચોરી ફરાર

વડોદરા: રુવાટા ઊભા કરે એવી થ્રિલર ઘટના: બે પ્રેમીએ ભેગ મળી પ્રેમિકાનું ગળુ દબાવ્યું, બ્રિજ પરથી મૃતદેહ મિનિ નદીમાં ફેંક્યો

Admin

ઝુંડાળામાં વૃદ્ધના મકાનમાંથી વ્હીસ્કીની ૧૩ બોટલ ઝડપાઈ : બે શખ્સો સામે પણ પોલીસે પ્રોહીબીશન એક્ટ હેઠળ કાર્યવાહી

Karnavati 24 News

દ્વારકા: ખંભાળિયામાં યુવક પર જીવલેણ હુમલો કરનારા બેને 3 વર્ષની જેલ, અન્ય ઘટનામાં બાઇક ચોરની ધરપકડ

Admin
Translate »